ગુજરાતીઓની સુખાકારી વધારો: દ્વારિકાધીશની પૂજા-અર્ચના કરતા મુખ્યમંત્રી, જુઓ વીડિયો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ આજે સવારે સુપ્રસિધ્ધ તીર્થધામ દેવભૂમી દ્વારકા સ્થિત જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશનું ભકિતભાવ સાથે પૂજન અર્ચન કરી દર્શન કર્યા હતા. તેઓએ ગુજરાત-ઝડપથી કોરોના મૂકત થાય તેવી પ્રાર્થના કરી હતી.

સાડા છ કરોડ ગુજરાતીઓનું આરોગ્ય તથા સુખાકારી જળવાય રહે અને ગુજરાત નિરંતર વિકાસની રાહ પર અગ્રેસર રહી ઉતમથી સર્વોત્તમ બને તેવી પ્રાર્થના સાથે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવ્યું હતુ. આ પાવન અવસરે રાજય સરકારના પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી છેલ્લા બે દિવસથી દ્વારકાની મૂલાકાતે છે.

ગઈકાલે તેઓએ શિવરાજપૂર બિચની મૂલાકાત લઈ વિકાસકામોની સમીક્ષા કરી હતી.