Abtak Media Google News

ભારતમાં નીતિની સ્થિરતા અને પારદર્શિતા જમા પાસું ઉર્જા સંશાધનમાં રોકાણ કરવાનું આહવાન

ભારતનું અર્થતંત્ર ધીમું પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરીને ભારતનું અર્થતંત્ર વિશ્વભરનું ધ્યાન ખેંચી રહ્યું છે. ત્યારે અત્યારે ભારત રોકાણ માટે પણ સર્વશ્રેષ્ઠ બન્યું હોવાનું નાણામંત્રીએ જણાવ્યું છે.

નીતિની સ્થિરતા અને પારદર્શિતાની દ્રષ્ટિએ રોકાણ કરવા માટે ભારત સૌથી સારું સ્થળ છે.  તેથી, રોકાણકારોએ સંભવિત ઊર્જા સંસાધનોમાં રોકાણ કરવા આગળ આવવું જોઈએ. તેમ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું.

ગુરુવારે કોલસાની ખાણોની કોમર્શિયલ હરાજીના છઠ્ઠા રાઉન્ડની શરૂઆતમાં બોલતા સીતારમણે કહ્યું કે કોલસાના ગેસિફિકેશનમાં મદદ કરવા માટે અમને વધુ રોકાણની જરૂર છે.  હું તમને બધાને હરાજીની પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા આમંત્રણ આપું છું.  તેમણે કહ્યું કે, અમૃતના સમયગાળા દરમિયાન ઝડપી વિકાસના માર્ગ પર રહેલા ભારતને તમામ મૂળભૂત ખનિજોની જરૂર છે.

મોર્ગન સ્ટેન્લીના અહેવાલનો ઉલ્લેખ કરતા નાણામંત્રીએ કહ્યું કે ભારત એક એવી જગ્યા છે જ્યાં રોકાણ થવું જોઈએ.  અમે ચોક્કસપણે એક નીતિ વાતાવરણ બનાવી રહ્યા છીએ જે વધુ પારદર્શિતા અને માર્ગદર્શન સાથે રોકાણને આમંત્રણ આપે છે.  ભારત માટે આગામી 25 વર્ષ વિકાસ દર અને રોજગાર બંને માટે મહત્વપૂર્ણ છે.  આને ધ્યાનમાં રાખીને ઉદ્યોગોએ તેમના સૂચનો આપવા જોઈએ અને પરામર્શ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.