Abtak Media Google News

મહત્વાકાંક્ષી સરકારના સુધારાવાદી પગલાના પરિણામે ભારત અન્ય દેશોની સરખામણી ઝડપથી વિકાસ કરશે તેવો વિશ્ર્વ બેંકનો મત

મહત્વાકાંક્ષી સરકારના સુધારાવાદી પગલાના પરિણામે ભારતનો વિકાસ અન્ય વિકસતા અર્થતંત્રની જેમ ઝડપથી થશે અને ૨૦૧૮ સુધીમાં ૭.૩ ટકાનો વિકાસ દર રહેશે તેવું વિશ્ર્વ બેંકે પોતાના નિવેદનમાં કહ્યું છે.

Advertisement

આગામી ૨ વર્ષમાં ભારતનો વિકાસ દર ૭.૫ ટકા સુધી પહોંચી જશે તેવું પણ વિશ્ર્વ બેંકે નોંધ્યું છે. વિશ્ર્વ બેંકના નિવેદન અનુસાર જીએસટી અને નોટબંધીના કારણે અર્થતંત્રને ઝટકો પડયો હતો. ૨૦૧૭માં અર્થતંત્રનો વિકાસ દર ૬.૭ ટકા સુધી રહ્યો હોવાનો અંદાજ છે. અલબત હવે સરકારના સુધારાવાદી પગલાના પરિણામો જોવા મળશે. અન્ય વિકસતા અર્થતંત્રની જેમ ભારતનું અર્થતંત્ર વધુ ઝડપથી વિકસશે.

નોટબંધી અને જીએસટીના ટૂકાગાળાના પરિણામો નહીં પરંતુ લાંબાગાળાના પરિણામોની અસર સકારાત્મક રહેશે. વિશ્ર્વ બેંકના ડેવલપમેન્ટ પ્રોસ્પેકટ ગ્રુપ ડિરેકટર અયહાન કોસે કહ્યું કે, ભારતના અર્થતંત્રનું વિશાળ પૃથ્થકરણ કરવું જોઈએ જે સકારાત્મક પરિણામો દર્શાવી રહ્યું છે. ચીન સાથેની સરખામણીએ ભારતનો વિકાસ દર ધીમો છે પરંતુ સતત વધી રહ્યો છે જે ચીનના અર્થતંત્ર કરતા ભારતના અર્થતંત્રની ઉજળી બાજુ દર્શાવે છે.

દેશમાં વિદેશી મુડી રોકાણને મહત્વ આપવા પર તેમણે ભારત મુકયો હતો. ઉપરાંત નોન પરર્ફોમીંગ લોન અને પ્રોડકટીવીટી અંગે પગલા પણ લેવાની હિમાયત કરી હતી. મહિલાઓને ઉત્પાદન પ્રક્રિયામાં જોડવા, ફીમેલ લેબર ફોર્સ ઉભી કરવી સહિતના સુચનો પણ તેમણે કર્યા હતા. મહિલાઓને વેપાર-ઉદ્યોગમાં જોડવાથી ઉત્પાદકતા વધશે તેવો દાવો પણ તેમણે કર્યો હતો.  ભારતનો વિકાસ દર આગામી ૧૦ વર્ષોમાં ૭ ટકાની આજુબાજુ રહેશે. જીએસટી અને બેંકોમાં સુધારાવાદી નિર્ણયો ખૂબજ અગત્યના હતા. ભારત સરકારે અર્થતંત્રને ધીમા પાડતા નિર્ણયો શોધી તેના ઉપર કામ શ‚ કર્યું છે. સરકારના મહત્વકાંક્ષી પગલાના કારણે ૨૦૧૮માં વિકાસદર ૭.૩ ટકાનો રહેશે. જયારે આગામી ૨ વર્ષમાં વિકાસદર વધીને ૭.૫ ટકા સુધી પહોંચી જશે.

મોદી ૨૦૧૯ની ચૂંટણીને લઇ આજે આર્થિક સમીક્ષા કરશે

સરકારે ૨૦૧૯ લોકસભા ચૂંટણીને લઈ આર્થિક સુધારાની રણનીતિ ઘડવાની શ‚આત કરી દીધી છે. આજે વડાપ્રધાન મોદી દેશના ટોચના અર્થ શાસ્ત્રીઓ અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો સાથે આર્થિક નીતિનો રોડ મેપ તૈયાર કરવા તેમજ રોજગારી વધારવા માટે બેઠક કરશે. જેમાં નિતી આયોગની થીંક ટેન્ક તથા નાણા પ્રધાન અ‚ણ જેટલી સહિતના પણ હાજર રહેશે. આ તમામ નિષ્ણાંત સાથે મોદી વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી મહત્વના નિર્ણયો લેશે. ખેતી, ગ્રામ્ય વિકાસ, શહેરી વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રકચર અને રોજગારી તથા ઉત્પાદકતા મુદ્દે વિવિધ ચર્ચા વિચારણા થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.