Abtak Media Google News

પર્યાવરણમાં નકારાત્મક ફેરફારો આવનારા દિવસો માટે જોખમી

સંયુકત રાષ્ટ્ર સંઘે ‘રૂલ બુક’ બનાવવા તેમજ પર્યાવરણને નિયંત્રણ કરવાના મુદ્દે એક પરિષદનું આયોજન કર્યું છે. જેમાં ભારત યોગને દિર્ધઆયુ જીવન શૈલી મંત્ર તરીકે રજૂ કરશે. આ મહાસભાનું આયોજન વલ્ડ મેટરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવ્યું છે. જેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭ સૌથી ગરમ વર્ષ સાબિત થયું છે.પેરીસમાં વિશ્ર્વભરના દેશો દ્વારા વિશ્ર્વના હવામાન, તાપમાનને નિયંત્રણ કરવા તેમજ તેને બચાવવા માટે શપથ લેવાયા હતા. ભારતે વર્ષ ૨૦૧૦ પહેલા એકશન કાર્યસુચી બનાવવાની તૈયારી દર્શાવી છે. બોન, જર્મનીમાં યોજાયેલી આ સભામાં વિશાળ પેવેલિયનમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. ભારતના પર્યાવરણ મંત્રી હર્ષ વર્ધને જણાવ્યું હતું કે, ભારત હવામાન પરિવર્તનોને લઈને મહત્વાકાંક્ષી છે.પરિષદના ઉદઘાટનમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીનું વિશ્ર્વસ્તરીય તાપમાન ૧.૧ ડિગ્રી સેલ્સીયસ રહ્યું હતું. આ સહિત ૨૦૧૩થી લઈને ૨૦૧૭ સૌથી વધુ તાપમાન ધરાવતા વર્ષો રહ્યાં હતા. પરિષદમાં એક પ્રતિનિધિએ ટાપુનો ફોટો પણ પદર્શનીમાં રાખ્યો હતો. આ સભાનો હેતુ હવામાનની ગતિવિધિઓને નિયંત્રણ કરવાનો હતો જે આ શતાબ્દીમાં ૨ ડિગ્રી સેલ્સીયસ જેટલું વધી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.