Abtak Media Google News

મુશ્કેલ પીચ પર ધીમી શરૂઆત બાદ ભારતે આખરી ચાર ઓવરમાં ૫૧ રન ઝૂડયા: ધોનીના ૭૯ બોલમાં ૭૮ રન

વિન્ડીઝ સામેની ત્રીજી વન-ડેમાં અત્યંત મુશ્કેલ પીચ પર ભારતે સંઘર્ષ કરતા નિર્ધારીત ૫૦ ઓવરમાં ચાર વિકેટે ૨૫૧ રન નોંધાવ્યા હતા. ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ૭૯ બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૭૮ રન ફટકાર્યા હતા. જયારે ઓપનર રહાણેએ સતત ત્રીજી મેચમાં ૫૦ થી વધુ રનનો સ્કોર કરતાં ૭૨ રન નોંધાવાતા આ મેચમાં ભારતે આસાન વિજય મેળવ્યો હતો.

મેચના આરંભમાં એમ લાગતુ હતું કે ભારત માંડ ૨૩૦ના સ્કોર સુધી પહોંચી શકશે જો કે ધુંવાધાર બેટીગ કરીને ૨૫૧ રનના સ્કોર સુધી પહોંચી શકાયું હતું. વિન્ડીઝ તરફથી મિગુલ કોમિન્સે બે વિકેટ ઝડપી હતી. પાંચ વન-ડેની શ્રેણીમાં ભારત ૨-૦ થી આગળ છે.

એન્ટીગામાં રમાયેલી વન-ડેમાં વિન્ડીઝના કેપ્ટન હોલ્ડરે પ્રથમ ટોચ જીતીને ભારતને બેટીંગમાં ઉતાર્યુ હતું. મિગુલ કોમિન્સે ભારતીય ઓપનર શિખર ધવનને માત્ર બે રને પેવેલીયન ભેગો કરી દીધો હતો. આ પછી કેપ્ટન વિરાટ કોહલી પણ વધુ સમય ટકી શકયો ન હતો અને ૧૧ રનના વ્યકિતગત સ્કોરપર કેપ્ટન જેસન હોલ્ડરનો શિકાર બન્યો હતો. આ સાથે ભારતનો સ્કોર ૩૪ રનમાં બે વિકેટ થઇ ગયો હતો.

એન્ટીગાની પીચ બેટીંગ માટે અત્યંત મુશ્કેલ લાગતી હતી. ખાસ કરીને બોલરોના કેટલાક બોલમાં અસાધારણ ઉછાળ જોવા મળતો હતો.જેના કારણે ભારતીય બેટસમેનોએ ખુબ જ ધીમી બેટીંગ કરી હતી. ૧૦મી ઓવરના અંતે ભારતનો સ્કોર માત્ર ૩૪/૨ હતો. જયારે ૨૦મી હતો. જયારે ૧૫૦ રન  ૩૯.૪ ઓવરમાં નોંધાયા હતા. ભારતના ૨૦૦ રન ૪૬મી ઓવરમાં પુરા થયા હતા.

જેની વચ્ચે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન યાદગાર ૭૯ બોલમાં ૭૮ રન ફટકાર્યા હતા. ધોની અને કેદારની જોડીએ માત્ર ૭.૪ ઓવરમાં ૮૧ રન ઝૂડયા હતા. જેના કારણે ટીમ ઇન્ડિયા ૨૫૧ સ્કોર સુધી પહોંચી શકી હતી. જાધવે ૨૬ બોલમાં ૪૦ રન અણનમ સાથે કર્યા હતા.

ભારતીય ઓપનાર રહાણે એ શાનદાર ફોર્મ જાળવી રાખતા સતત ત્રીજી વનડેમાં પ૦ થી વધુ રનનો સ્કોર કર્યો હતો. પ્રથમ વન-ડેમાં ૬૨, બીજી વનડેમાં ૧૦૩ રન ફટકાર્યા હતા. અહીંની મુશ્કેલ પીચ પર તેણે ૧૧ર બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૭૨ રન કર્યા હતા.

તેણે યુવરાજસિંઘ (૩૯) સાથે મળીને ભારતના સ્કોરને ૧૦૦ ને પાર પહોંચાડયો હતો. આ પછી રહાણે અને ધોનીએ ૭૦ રનની ભાગીદારી દ્વારા ભારતને શાનદાર જીત અપાવી હતી..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.