ભારતે ટોસ જીતી પ્રથમ વખત સિરીઝમાં સ્કોર સેટ કરવાનો નિર્ણય લઈ કિવિઝને મ્હાત આપી

હજુ પણ ભારતીય ટીમ 8 ઓવરથી 16 ઓવર વચ્ચે જે રીતે બેટિંગ થવી જોઈએ તેના હતા આ ક્ષેત્રમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે

 

અબતક, કોલકતા

ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટી-20 મેચની સિરીઝ રમાઈ હતી. જેમાં ભારતે ત્રણે મેચ જીતી ન્યૂઝીલેન્ડને વાઈટવોશ કર્યું હતું. બીજી તરફ ભારતે ટોસ જીતી સિરીઝમાં પ્રથમ વખત બેટિંગ કરવાનો નિર્ણય લઇ સ્કોર સેટ કરવા માટેનો લક્ષ્યાંક રાખ્યો હતો. બીજી તરફ ભારતીય ટીમના લીડર બેટ્સમેનો દ્વારા જે રીતે રમત રમવી જોઈએ તે રમત જોવા મળી ન હતી અને મિડલ ઓર્ડર નિષ્ફળ નીવડ્યો હતો. ટી20 મેચમાં આઠ ઓવર થી લઈ 16મી ઓવર સુધી જે રીતે બ્રાન્ડનો ખડકલો થવો જોઈએ તે કરવામાં ભારતીય ટીમ નિષ્ફળ નીવડી રહી છે જે પાસા ઉપર હજુ પણ ભારતીય ટીમે ધ્યાન કેન્દ્રિત કરી ખેલાડીઓને સક્ષમ બનાવવા અનિવાર્ય છે.

સીટી પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમની શરૂઆત ખુબ જ આક્રમક રહી હતી પરંતુ પ્રથમ વિકેટ પડ્યા બાદ જે રીતે ખેલાડીઓએ રણનીતિને વધારવી જોઈએ તે ન વધતાં ભીમ નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી શકી ન હતી. ત્યારે ભારતીય ટીમ દ્વારા જે સ્કોર સેટ કરવામાં આવ્યો હતો તેને ચેક કરવામાં પણ ન્યૂઝીલેન્ડ ઉણીઉતરી હતી. એટલું જ નહીં આ સિરીઝ બંને ટીમો માટે પ્રશિક્ષણ અંગે અત્યંત જરૂરી હતી અને કોઇ પણ ટીમને કાય પણ ગુમાવવાનું રહેતું ન હતું જેથી ભારતીય ટીમ દ્વારા આ સિરીઝમાં અનેક યુવા  ખેલાડીઓને તક આપવામાં આવી હતી.

મેચ અંગે વાત કરવામાં આવે તો ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 73 માત આપી સિરીઝ 3-0 થી જીતી હતી. સામે ન્યૂઝીલેન્ડની ટીમ પણ બેફૂટ પર ધકેલાઇ જતાં જે રીતે રન ચેઝ થવા જોઈએ તે કરવામાં નિષ્ફળ નીવડી હતી.  માત્ર ગપતિલને છોડી  દરેક ખેલાડીઓ દ્વારા નિરાશા જનક પ્રદર્શન કરવામાં આવ્યું હતું.