Abtak Media Google News

બેંકોમાં લોન આધારીત કૌભાંડનું પ્રમાણ ૮૬ ટકાી વધુ

લોન દઈને કૌભાંડ આચરવામાં ભારતીય બેન્કિંગ પ્રણાલી માહેર ઈ ગઈ હોય તેવું જણાય રહ્યું છે. ક્રેડીટ લેટરનો દૂરઉપયોગ, ગેરંટી તેમજ સીફોનીંગ ફંડ સહિતની મોડસ ઓપરેન્ડીં ભારતીય બેન્કિંગ સેકટરના કૌભાંડો પાછળ જોવા મળી રહી છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ભારતીય બેંકોમાં લોન સંબંધીત ૮૬ ટકા કૌભાંડ આચરાયા હતા. આ સરેરાશમાં ૯૯ ટકા કૌભાંડો પંજાબ નેશનલ બેંકમાં યા હતા.

બેંક સંબંધીત કૌભાંડમાં પંજાબ નેશનલ બેંકનો ફાળો બહોળો છે. ૨૬ બેંકોએ જાહેર કર્યું છે કે, તેમના ૯૭ ટકા કૌભાંડો એડવાન્સ એટલે કે લોન આધારીત છે. રિઝર્વ બેન્કના આંકડાનુસાર વર્ષ ૨૦૧૬-૧૭માં બેંકોએ રૂ.૨૩૯૦૩ કરોડ ગુમાવ્યા હતા. જેમાંથી ૮૬ ટકા એટલે કે ૨૦૫૬૧ કરોડ લોન આધારીત કૌભાંડમાં ગુમાવવા પડયા હતા. પંજાબ નેશનલ બેંકે ગુમાવેલા ૨૮૦૮ માંથી રૂ.૨૭૮૮ કરોડ (૯૯.૩ ટકા) લોનના કારણે સલવાયા છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ૩ વર્ષના આંકડાનુસાર મોટાભાગના કૌભાંડો લોન આધારિત છે. આવા કેસમાં ૨૮ ટકાનો અધધધ ઉછાળો નોંધાયો છે. લોન લેવામાં ક્રેડીટ લેટરનો દૂરઉપયોગ સૌી બહોળા પ્રમાણમાં ઈ રહ્યો છે. આ ઉપરાંત બેંકના કર્મચારીઓની સાંઠગાંઠના કારણે બેંકો કૌભાંડના ભોગ બની રહી છે.

નિષ્ણાંતોના મત મુજબ ક્રેડીટ અને ગેરંટી લેટરનો દૂરઉપયોગ, બોગસ દસ્તાવેજો રજૂ કરવા જે મિલકત છે જ નહીં તેને મોર્ગેજમાં મુકવી સહિતના હકંડા બેંકોમાં લોન મેળવવા માટે કરવામાં આવે છે. પરિણામે બેંકો પર ર્આકિ ભારણનું પ્રમાણ વધતુ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.