Abtak Media Google News

આત્મનિર્ભર ભારત તરફનું વધુ એક ડગલું ભરતું નૌકાદળ

ભારત સરક્ષણ ક્ષેત્રે અવિરત પગલાઓ લઈ રહ્યું છે અને આત્મનિર્ભર ભારત અભિયાનને ચરિતાર્થ કરવા માટે નવા ચાર્ટપને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે ભારતીય નૌકાદળએ બ્રહ્મમોસ મિસાઈલનું સફર પરીક્ષણ કર્યું હતું. ભારતીય નેવી દ્વારા  રવિવારના રોજ અરબ સાગરમાં બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ હતુ. નેવીના અધિકારીઓએ આ બાબતે જાણકારી આપતા કહ્યુ હતું કે આજે બ્રહ્મોસ પ્રિસિજન સ્ટ્રાઈક મિસાઈલનું સફળતા પુર્વક પરીક્ષણ કરવામાં આવ્યુ છે. જેમાં  ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ છે અને તેમા સ્વદેશી સીકર અને બૂસ્ટર લગાવવામાં આવ્યા છે.

નેવીના અધિકારીઓએ આ બાબતે વધુ માહિતી આપતા કહ્યુ કે, અરબ સમુદ્રમાં પરીક્ષણ માટે સફળતા પુર્વક સચોટ હુમલો કર્યો હતો. બ્રહ્મોસ મિસાઈલનું પરીક્ષણ કોલકાતા શ્રેણીના માર્ગદર્શનથી આ વિનાશક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બ્રહ્મોસ મિસાઈલને સ્વદેશી સામગ્રી દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. બ્રહ્મોસ એરોસ્પેસ સતત કામ કરી રહી છે. મિસાઈલનું સફળ પરીક્ષણ આત્મનિર્ભરતા માટે ઉત્તમ ઉદાહરણ ગણાય છે. અને  દેશની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.  પ્રક્ષેપણની સફળતા દ્વારા સમુદ્રમાં ખૂબ દૂરથી કરાયેલ હુમલામાં પણ તેની ઉપયોગીતા સિદ્ધ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.