Abtak Media Google News

ડાન્સ, આર્ટ સહિત અનેકવિધ ક્ષેત્રે બાળકો પોતાની કરીયર બનાવી રહ્યાં છે જે કાબીલેતારીફ

ભારત દેશમાં માતા-પિતાઓ પોતાના બાળકોને ડોકટર, એન્જીનીયર જેવી ઉચ્ચ પદવી ઉપર બેસાડવા માંગતા હોય છે જેના ફલ સ્વરૂપે તેમને અનેકવિધ પ્રકારના પ્રેશરો પણ આપવામાં આવતા હોય છે જેના કારણે વિદ્યાર્થીઓ પોતાનું મન અને પોતાની ઈચ્છા વિરુધ્ધની કારકિર્દીને સ્વીકાર કરવો પડતો હોય છે જેમાં તે પોતાનું મહતમ કે ઉચ્ચ કક્ષાનું પ્રદર્શન આપી શકતા નથી. પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીઓ દ્વારા નિષ્ફળતા પણ મળતી જોવા મળે છે.

ભારતીય ક્રિકેટ ટીમના લેઝન્ડ સચિન તેંડુલકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલની ૨૧મી સદીમાં ભારતમાં માતા-પિતાનું વૈચારિક સ્તરમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. તેઓ તેમના સંતાનોને તેમની પસંદગીની કારકિર્દીનું ચયન કરવા માટે તેમને પ્રોત્સાહિત કરતા જોવા મળે છે.

પરિણામ સ્વરૂપે હાલ ભારત દેશમાં સારા આર્ટીસ્ટ, ડાન્સર તથા સારા શેઈફ પણ જોવા મળે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, જો સંતાનોને છુટ અને તેમની ઈચ્છા આધારિત કામ અથવા કાર્ય કરાવવામાં આવે તો તેની જે ગુણવત્તા અને તેની જે
કાર્ય ક્ષમતા છે તેમાં નિખાર થઈ શકશે અને તેઓ ઉચ્ચકક્ષા ઉપર પ્રસ્થાપિત થઈ પોતે મહત્વપૂર્ણ અને અગત્યના કાર્યો પણ કરી શકશે.

જયારે ઘણા અંશે વિદ્યાર્થીઓને માતા-પિતા એક કોર્સ પર કાર્યરત રહેવા માટેના સંદેશો આપતા જોવા મળે છે અને રમત-ગમત ક્ષેત્રે તેમને ધ્યાન કેન્દ્રીન ન આપવા પર પ્રેશર આપતા નજરે પડે છે પરંતુ ખરી વાત એ છે કે, જો રમત-ગમત ક્ષેત્રે બાળકો પોતે ધ્યાન કેન્દ્રીત કરશે તો તેમના સ્વાસ્થ્ય અને માનસીક રીતે તેઓ સજ્જ થશે અને તેમના વિકાસને પણ વેગ મળી રહેશે જે પરિણામ સ્વરૂપે બાળકો અને ખેલકુદ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા જોઈએ અને તેમને ક્ષેત્રમાં આગળ વધારવા માટે પ્રેરણા પણ આપવી જોઈએ તેમ ક્રિકેટ લીઝેન્ડ સચિન તેંડુલકરે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.