Abtak Media Google News

ભારતીય શૂટર શાહઝાર રિઝવીએ તાજેતરમાં કોરિયામાં ચેન્ગવોન ખાતે યોજાયેલ વર્લ્ડ કપમાં રજતચંદ્રક જીતવાના પોતાના દેખાવના બળે આઈ. એસ. એસ. એફ. (ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન)ના વર્લ્ડ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

કુલ ૧,૬૫૪ રેટિંગ પોઈન્ટ સાથે રિઝવીએ બીજા ક્રમે રહેલ રશિયાના આર્ટેમ ચેરનૌવસોવ (૧,૦૪૬) અને ત્રીજા ક્રમના જાપાનના ટોમોયુકી મેટસુડા (૮૦૩)થી આગળનું સ્થાન લીધું હતું.ટોચના દસ ક્રમમાં સ્થાન ધરાવેલ ભારતનો અન્ય નિશાનબાજ છે જીતુ રાય જે છઠ્ઠા સ્થાને છે. ઓમ પ્રકાશ મિથારવલ ૧૨મો ક્રમ ધરાવે છે.

ચેન્ગવોનમાં રજતચંદ્રક ઉપરાંત રિઝવીએ ગયા માર્ચમાં મેક્સિકોમાં યોજાયેલ વર્લ્ડ કપમાં પણ વિશ્ર્વ વિક્રમનો સ્કોર નોંધાવવા સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.મહિલાઓમાં કોમનવેલ્થ રમતોત્સવમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતેલ મનુ ભાકર ૧૦ મીટરની એર રાઈફલના રેન્કિંગમાં ટોચના દસમાં એકમાત્ર ભારતીય હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.