Abtak Media Google News

આજના ઝડપી યુગમાં લોકોની પહેલી જરૂરિયાત પોતાનો ફોન અને ચાર્જર છે.જ્યારે લોકોને સફરમાં જવું હોય તો પાવરબેન્ક ખૂબ જ મદદરૂપ થાય છે.પાવરબેન્ક દ્વારા આપણે પોતાનો ફોન ચાર્જર અને ઇલેકટ્રીકસીટી વગર ચાર્જ કરી શકીએ છીએ. ટ્રાવેલિંગમાં પાવરબેંક ખૂબ જ મદદરૂપ થાય છે.

મોબાઈલ ફોનને તો પાવરબેંકદ્વારા સરળતાથી ચાર્જ કરી શકાય છે પરંતુ જ્યારે વાત લેપટોપની આવે ત્યારે ટ્રાવેલિંગમાં સાથે લઈ જવામાં મુશ્કેલી પડે છે કારણકે લેપટોપને ચાર્જ કરવું પડે છે. આ સમસ્યાનું નિરાકરણ પિન પેરિફેરલ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા લાવવામાં આવ્યું છે.

પિન પેરિફેરલ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા એન્લાપાવર( ENLAPPOWER )પાવરબેંક લોન્ચ કરવામાં આવી છે. પાવરબેંક દ્વારા ચાર્જર વગર લેપટોપ ચાર્જ કરી શકાશે. આ પાવરબેંક 20000 એમએએચ (MAH)ની બેટરી આપે છે. આ પાવરબેંક દ્વારા યુએસબી સી-ટાઇપ આધારિત લેપટોપને સરળતાથી ચાર્જ કરી શકાશે. શક્તિશાળી બેટરી ધરાવનારી આ પાવરબેંકની કિંમત 9,999 રૂપિયા રાખવામાં આવી છે. કંપની આ પાવરબેંક માટે 3 વર્ષની વોરંટી આપે છે.

આ પાવરબેંકની વિશિષ્ટતાઓ

એન્લાપાવર પાવરબેંક સાથે, તમે યુએસબી સી-ટાઈપ કનેક્ટર્સનો ઉપયોગ કરીને એક સાથે 3 ઉપકરણો ચાર્જ કરી શકીએ છીએ.પ્રીમિયમ મેટલ બોડીવાળા આ ડિવાઇસને ફ્લાઇટના સામાનની સાથે પણ લઈ જઇ શકાય છે. પાવરબેંકને ચાર્જ કરવા માટે 4 ફૂટ લાંબી કેબલ આપવામાં આવે છે .કંપની દાવો કરે છે કે લેપટોપ ચાર્જ કરનારી તે દેશની પ્રથમ પાવરબેંક પણ છે. જો તમે આ ડિવાઇસ ખરીદવા ઇચ્છતાં હોય તો પછી તમે તેને દેશભરના ઈ -કોમર્સ પ્લેટફોર્મ અથવા વિજય સેલ્સ આઉટલેટ્સ દ્વારા ઓફલાઈન ખરીદી કરી શકાશે.

આ લેપટોપ અને ફોન્સ આ પાવરબેંકથી ચાર્જ કરી શકશે

ઇવીએમ એન્લાપાવર લેપટોપ પાવરબેંકથી મેકબુક,મેકબુક એઅર , મેકબુક પ્રો, એમએસ સરફેસ પ્રો, ડેલ એક્સપીએસ 13, એચપી સ્પેક્ટર એક્સ 360, લેનોવો આઈડિયાપેડ , એલજી (LG)ગ્રામ અને આસુસ ઝેનબુક 13 ચાર્જ કરી શકાશે. તેની સાથે જ એપલ , સેમસંગ, વનપ્લસ, ગુગલ પિક્સેલ, નોકિયા, રીઅલમી પ્રો, એલજી, મોટોરોલા સ્માર્ટફોનને ચાર્જ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.