Abtak Media Google News

૧૯૮૮માં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકતા વકીલોની યાદીમાં ચયન થયું હતુ

વરિષ્ઠ વકિલ ઈન્દુ મલ્હોત્રા સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા જજ બનવા જઈ રહી છે. જો કે ઉતરાખંડના હાઈકોર્ટના જસ્ટીસ કુતથીલ મેથ્યુ જોસેફનું નામ હજુ હોલ્ડ પર છે. સુપ્રીમના ચીફ જસ્ટીસે ઈન્દુ મલ્હોત્રાનું ચયન કરી ઈતિહાસનું સર્જન કર્યું છે. સુપ્રીમ કોર્ટમાં કુલ ૬ મહિલા જજોની હાઈકોર્ટમાંથી ભરતી કરવામાં આવશે. ૬૧ વર્ષિય ઈન્દુ મલ્હોત્રા વરિષ્ઠ વકિલ તરીકે સુપ્રીમ કોર્ટ માટે ચૂંટાયેલી બીજી મહિલા બની છે.

Advertisement

ત્રણ દસકા પહેલા લીલા શેઠ હાઈકોર્ટના પ્રથમ ચીફ જસ્ટીસ બન્યા હતા. છેલ્લા ૩૫ વર્ષથી મલ્હોત્રાએ દિલ્હીમાં પ્રેકટીસ કરી છે. દિલ્હી લો યુનિ.માંથી શિક્ષણ મેળવ્યા બાદ ૧૯૮૩માં તેમણે પ્રેકટીસ કરવાની શરૂઆત કરી હતી ૧૯૮૮માં તેનું ચયન એવા વકિલોની સુચી માટે થયું હતુ જે સુપ્રીમ કોર્ટમાં ડાયરેકટ અરજી કરી શકે છે. તેમની પાસે ઈન્ડસ્ટ્રીય ડિસ્પ્યુટ અને અર્બીટ્રેશન ઈન્ડિયાની ડિગ્રી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.