Abtak Media Google News

પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવોને ઇંધણની દિવસે દિવસે વધતી જતી માંગને લઇને હવે પેટ્રોલ-ડીઝલ ના વિકલ્પ આ સિવાય છૂટકો નથી ત્યારે કેન્દ્ર સરકારે પેટ્રોલમાં ઇથેનોલ નું પ્રમાણ વધારવાની દિશામાં કવાયત હાથ ધરી છે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ 12 થી 15 ટકા સુધી વધારવા માટેની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે સાથે સાથે વાહનોના એન્જિન પેટ્રોલ ની જેમ જ સો ટકા ઇથેનોલ ઈડર થી ચાલી શકે તેવી ટેકનોલોજીના આવિષ્કાર માટે પણ આદેશ આપી દીધા છે.

પેટ્રોલમાંનું ઇથેનોલનું પ્રમાણ વધારવા માટે સરકારનું “નોટિફિકેશન”

પ્યોર પેટ્રોલની જેમ પ્યોર ઇથેનોલથી વાહન ચાલે તેવા એન્જિન બનાવવાના નિયમોની તૈયારી

પેટ્રોલમાં અને ગેસોલીન ના ઉપયોગ મેં વ્યવહારુ બનાવવા માટે ફ્લેક્સ ફ્યુલ મશીનો બનાવવા માટેના કાયદા ને પણ લીલી ઝંડી આપવાની વિચારણા થઈ રહી છે વાહનચાલકો માટે પેટ્રોલ કે સો ટકા ઈથેનોલ વાપરવાની સ્વચ્છતા માટે નિયમો ઘડવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પેટ્રોલ નું ભારણ ઘટાડવા માટે 2025 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા જેટલું ઇથેનોલ ઉમેરો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે આ માટે સ્થાનિક ધોરણે ઉત્પાદન વધારવા  ઇથેનોલ ને સપોર્ટ આપે તેવા એન્જિન બનાવવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

સરકાર દ્વારા આ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરીને પેટ્રોલમાં ઇથેનોલ નું ઉમેરણ વધારવા અને કાયદેસરતા આપી દીધી છે જેનાથી ઇથેનોલ ના ઉમેરણ થી ચાલે તેવાએન્જિન ના ઉત્પાદન ને વેગ મ મળશે સાથે સાથે ઇથેનોલ નું ઉત્પાદન જેમાંથી થાય છે તે શેરડી ઘઉં ડાંગર સહિતના અનાજની ખપત વધશે અને સર પ્લસ ની સમસ્યા દૂર થશે પેટ્રોલમાં નો ઉપયોગ વધારવાથી આમ કે આમ ગુઠવી ઓકે દામ ની જેમ અર્થતંત્રને પૂરક બળ મળશે ,એક તો પેટ્રોલની આયાત નુ ભારણ ઘટશે અને શેરડી ડાંગર ઘઉં  ધાન  પરાડ જેવા ઇથેનોલ સર્જક પદાર્થોનીમાંગ વધશે ખેડૂતોને પુરતા ભાવ મળી જશે.

નવા એન્જિનના ઉત્પાદનથી ઉદ્યોગ જગતમાં રોજગારીની તકો વધશે અને ઇથેનોલ ના ઉમેરણ ના આ પરિમાણો અર્થતંત્ર માટે ફાયદારૂપ બનશે, હવે જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે સતત વધી રહ્યા છે, ત્યારે ઇથેનોલ નું ઉત્પાદન વધારવાના સરકારના નિર્ણયના લાંબાગાળાના ફાયદા ધ્યાને લઇને તેના અમલની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે સરકાર દ્વારા પેટ્રોલમાંનું પ્રમાણ વધારવા ની મંજૂરી માટેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.