Abtak Media Google News

ભારતમાં  જે રીતે ડિજિટલાઇઝેશનનો પવન ફૂંકાયો છે એ જોતાં હવે સટ્ટો પણ તેનાથી બાકાત નથી રહ્યો. આ વખતની ઈંઙકમાં પણ ગેરકાયદે રમાતા સટ્ટામાંથી ૯૦ ટકા સટ્ટો હવે ડિજિટલ થઈ ગયો છે. હજારો સટોડિયાઓએ તેમના એપ બનાવી લીધા છે. એ એપની મદદ વડે પંટરો છૂટથી સટ્ટો રમી રહ્યા છે. જે રીતે બેન્કોના એપ હોય છે અને કસ્ટમર ચોક્કસ પાસવર્ડ વાપરીને જ એ ઉપયોગ કરી શકે એ જ રીતે સટોડિયાઓ પણ તેમના એપ ઓપરેટ કરે છે. જો કોઈ શંકા જાય તો તરત જ પાસવર્ડ બદલી નખાય છે. રોજની કરોડો રૂપિયાની ઊથલપાથલ હવે આ એપ પર થઈ રહી છે. વળી ડિજિટલ સિસ્ટમ હોવાથી મેચ પત્યાની પાંચ જ મિનિટમાં હિસાબ થઈ જાય છે કે કોણે કેટલા ચૂકવવાના છે.

મુંબઈમાં સૌથી વધુ સટ્ટો રમાય છે. એ પછી સટ્ટોે રમવામાં અનુક્રમે ગુજરાત, પંજાબ, મધ્ય પ્રદેશ અને દિલ્હીનો નંબર આવે છે. અંડરવર્લ્ડ પણ સટ્ટાબાજીમાં એક્ટિવ થઈ જતું હોય છે. એથી દેશની વિવિધ તપાસ એજન્સીઓ પણ આ સમય દરમિયાન તેમના ખબરી નેટવર્કને એક્ટિવ કરી દે છે એટલું જ નહીં તેઓ તેમનું નેટવર્ક પાકિસ્તાન અને દુબઈમાં પણ ધરાવે છે.

પંટર એપ દ્વારા દરેક બોલ પર સટ્ટાનો ભાવ લગાડાતો રહે છે. બુકીને એે દેખાતો હોય છે.

મેચ પત્યા પછી હિસાબ કરી લેવાય છે કે કોણ કેટલા જીત્યું કે કોણ કેટલું હાર્યું. જો પંટર જીતે તો બુકી તેને તેનું બે ટકા કમિશન કાપી બાકીની રકમ ચૂકવી દે છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.