Abtak Media Google News

આતંકવાદના આકા બની બેઠેલા પાકિસ્તાન સામે ભારત બાદ ઇરાન અને અફઘાનિસ્તાનની લાલઆંખ: આંતકવાદીઓને આશ્રય અને સહાય બંધ કરવા તાકીદ

દાયકાઓથી પાકિસ્તાન આતંકવાદી તત્વોને પ્રોત્સાહન આપીને રહ્યું છે. દેશભરમાં સમયાંતરે થતા આતંકવાદી હુમલાના કનેકશન કયાંકને કયાંક પાકિસ્તાન સાથે નીકળે છે. પાકિસ્તાનના આવી કુટનીતીને શિકાર માત્ર ભારત જ નહી તેના બીજા પાડોશી દેશો અફઘાનિસ્તાન, ઇરાન જેવા દેશો પણ બની રહ્યા છે. જેથી નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાનપદની શપથ લેતી વખતે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિનો ખાસ નિમંત્રીત કરીને તથા અમેરીકાના વિરોધ છતાં ઇરાન સાથે આર્થિક રાજકીય સંબંધો ચાલુ રાખીને દુશ્મનનો દુશ્નમ દોસ્ત એ કહેવત મુજબ આ બન્ને દેશોને ભારતની નજીક લાવ્યા છે. ભારત બાદ ઇરાને પણ તાજેતરમાં પાકિસ્તાનને તેના આતંકવાદી કેમ્પો બંધ કરી દેવા તાકીદ કરી છે.

પાકિસ્તાનના ત્રણે પડખે ત્રિકોણે આવેલા ભારત, અફઘાનિસ્તાન અને ઇરાન તુટી પડે તો પાકિસ્તાનનો સંપૂર્ણ સફાયો થઇ શકે તેમ છે. તેવા વિચારથી મોદીએ વડાપ્રધાન બનતા જ પુત્રના લક્ષણ પારણામાંથી તેવી ગુટનીતી અપનાવીને પાક પ્રેરિક આતંકવાદી કૃત્યોના શિકાર બનતા અફઘાનિસ્તાનની અને ઇરાન સાથે રાજકીય, સામાજીક અને આર્થિક વ્યવહારો વધારે મજબુત બનાવ્યા હતા.

આતંકવાદને કોઇ ધર્મ નથી હોતો તેમ સુન્ની મુસ્લિમોની બહુમતિ ધરાવતું પાકિસ્તાન સમયાંતરે શિયા મુસ્લિમોની બહુમતિવાળા ઇરાનમાં આતંકી પ્રવૃતિઓ કરતા શખ્સોને ટ્રેનીંગથી માંડીને છુપાવવા માટેની વ્યવસ્થા કરી આપે છે. ભારતના પાકને આક્રમક જવાબ બાદ ઇરાને પણ પાકિસ્તાનને ચેતવણી આપીને ભારતવાળી કરવાની તૈયારી શરુ કરી દીધી છે.

ઇરાનના આઇઆરજીસી કયુડસ ફોર્સના શકિતશાળી કમાન્ડર જનરલ કસોમ સોલેમનીએ પાકિસ્તાનની સરકાર બને તેના સૈન્યને સખત ચેતવણી આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાનને તેના તમામ પાડોશી દેશોની સરહદો પર અશાંતિ ઉભી કરીછે. તમારી પાસે કોઇ અન્ય પાડોશી બાકી છે કે જેમાં તમે અસુરક્ષા ફેલાવવા માંગો છો? તેવો પ્રશ્નાર્થ કરીને સોલેમનીએ જણાવ્યું હતુંક તમારી પાસે પરમાણુ બોમ્બ છે જેનાથી પાકિસ્તાન સરકાર તેના દેશમાં રહેલા આતંકી તત્વોનો નાશ કરી શકે છે. પાકિસ્તાને ઇરાનની તાકાતની ચકાસણી કરવી ન જોઇએ.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારત અને ઇરાને આતંકવાદી સામે કાર્યવાહી કરવાના મુદ્દે સહકારમાં વધારો કયો છે. આ બન્ને દેશોના વિદેશ મંત્રાલયના ઉચ્ચકક્ષાના અધિકારીઓને ટુંક સમયમાં બેઠક મળનારી છે. ભારતના વિદેશ સચિવ વિજય ગોયલે આ સપ્તાહના અંતે ઇરાનના પ્રવાસે જનારા હતા પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે ઉગ્ર વાતાવરણ ઉભુ થતુ આ પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો હતો. ઇરાની સંસદના વિદેશ નીતીના કમિશનના અઘ્યક્ષ દેશમતોલ્હા ફલાહતપિશહેદે જણાવ્યું હતું કે ઇરાન, પાકિસ્તાન સાથે તેની સરહદ પર દિવાલ બાંધવી જોઇએ. અને ઇરાન પર સરહદ પારથી આતંકી હુમલા થશે તો તેઓ તેને રોકવા માટે પાકિસ્તાનની સરહદમાં ધુસી પગલા લેશે.

આઇઆરજીસીના કમાન્ડરએ પાકિસ્તાનનો આતંકી તત્વોને ટેકો આપવાના વલણની ટીકા કરતા જણાવ્યું હતું કે પાકિસ્તાને જાણવું જોઇએ  કે તે હવે જૈશ-અલ-ઝોન માટે પાકિસ્તાનની ગુપ્તચર સંગઠ્ઠન ખર્ચ ચૂકવી રહ્યું છે તે પાકિસ્તાનને ભારે પડશે. અમો અમારા પર હુમલા કરતા આતંકી તત્વોને પાકે કયાં છુપાવ્યા છે જે સારી રીતે જાણી છે. અને તેના પર હુમલો કરવા સક્ષમ છીએ. પરંતુ કમનસીબે પાકિસ્તાન  આવા તત્વો મુદ્દે મૌન સેવી રહ્યું છે. જે તેમના માટે ખતરનાક સાબીત થઇ શકે તેમ છે. અફઘાનિસ્તાનનો ગુપ્તચર એજન્સીના પૂર્વ વડા અને પ્રમુખપદની આગામી ચુંટણીમાં મહત્વના દાવેદાર રાહતલ્લાહ નબીલે પણ આ મુદ્દે પાકિસ્તાનને આડે હાથે લીધું હતું.

નસીબે એક મુલાકાતમાં જણાવ્યુૂ હતું કે પાક ગુપ્તચર એજન્સી આઇએસઆઇ તેના પાડોશી દેશોમાં આતંકી પ્રવૃતિ કરતા ૪પ થી ૪૮ જુથોને આશ્રય અને ટેકો આપી રહ્યું છે. પાકિસ્તાન આવા આતંકીવાદી જુથોને ટેકો આપવાનું બંધ ન કરે તો વાહનની જેમ એરસ્ટ્રાઇક કરી તેમના ટ્રેનીંગ સેન્ટરો પર તુટી પડવું જોઇએ. તેમને આના વ્યકત કરી હતી કે ઇરાનના વિરોધ બાદ પાકિસ્તાન જૈશ-એવ એડલ સામે પગલા લઇ ને તેમનો મારી ભગાડીને ઇરાનને મદદ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.