Abtak Media Google News

છેલ્લાં એક અઠવાડિયામાં 60થી વધુ પેલેસ્ટાઇન નાગરિકોના અથડામણમાં મોત બાદ ઇઝરાયલે ગાઝા સ્ટ્રીપ બોર્ડર પર બુધવારે મોડી રાત્રે મિસાઇલ હુમલો કર્યો છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ હમાસમાં ‘આતંકી ઠેકાણાં’ પર એર સ્ટ્રાઇક્સ (હવાઇ હુમલો) કર્યો હોવાના સમાચારની પુષ્ટી કરી છે. ફોર્સે કહ્યું કે, હમાસ આતંકી જૂથઓ દ્વારા ‘મશીન ગન ફાયર’ કરવામાં આવ્યું હતું, જેના જવાબમાં સૈન્યએ હવાઇ હુમલા કર્યા છે.

તેલ અવીવથી આવેલા નિવેદન અનુસાર, ગાઝા બોર્ડર પર બુધવારે ગન ફાયરિંગ થયું હતું. આ બુલેટ્સ ઇઝરાયલના શહેર સેડોરટના રહેણાંક ઘરોમાં ફસાયેલી હતી.આઇડીએફએ ટ્વીટ કરી હતી કે, થોડાં સમય પહેલાં નોર્થ ગાઝામાં આઇએએફ ફાઇટર જેટ્સ દ્વારા હમાસના આતંકી ઠેકાણાંઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.

ઇઝરાયલે ગાઝા બોર્ડર પર 4 બિલ્ડિંગ અને મિલિટરી કમ્પાઉન્ડમાં આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત 3થી વધુ વેપન્સ પ્રોક્શન ફેસિલિટીને ટાર્ગેટ કરી હતી.આઇડીએફ સ્પોક્સમેનના જણાવ્યા અનુસાર, ‘ઇઝરાયલના સેડોરટ શહેરમાં અચાનક શરૂ થયેલા મશીનગન ફાયરિંગના જવાબમાં આ એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. સાઉથ ઇઝરાયલ શહેરોમાં આખો દિવસ ભારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.