Abtak Media Google News

ભારતીય સરહદને સુરક્ષિત કરવા માટે ઈશારો દ્વારા ખાસ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) આગામી 7 નવેમ્બરના રોજ આ વર્ષનો પોતાનો પ્રથમ ઉપગ્રહ લોન્ચ કરવા જઈ રહી છે. ઇસરોના ઘણા પ્રોજેક્ટ કોરોનાને કારણે અટકી ગયા હતા, જે હવે ફરી શરૂ કરવામાં આવી રહ્યા છે. પ્રથમ ચરણમાં ઇસરો પીએસએલવી-સી 49 રોકેટ સાથે સેટેલાઇટ ‘ઇઓએસ -01’ (અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ) લોન્ચ કરશે.

આ મિશન એટલા માટે પણ ખાસ છે કારણ કે ઇસરો પણ પીએસએલવી-સી 49 સાથે કુલ 9 આવા ગ્રાહક ઉપગ્રહો લોન્ચ કરશે. લિથુનીયામાં એક, લક્ઝમબર્ગમાં ચાર અને યુએસમાં ચાર ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશવ. આ તમામ ઉપગ્રહો ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (એનએસઆઈએલ) સાથેના વ્યાપારી કરાર હેઠળ લોન્ચ કરવામાં આવી રહ્યા છે.

ભારતના ‘ઇઓએસ -01’ વિશે વાત કરીએ તો આ સેટેલાઇટ એ અર્થ ઓબ્ઝર્વેશન રીસેટ સેટેલાઇટ છે. જે કોઈપણ સમયે અને હવામાનમાં પૃથ્વીનું નિરીક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે.

આ સેટેલાઇટ ભારતીય સેનાને સરહદે બાજનજર રાખવામાં મદદ કરશે. આ સિવાય ઉપગ્રહનો ઉપયોગ ખેતી, વનીકરણ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં થઈ શકે છે.

આ સેટેલાઇટ 7 નવેમ્બરના રોજ શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થશે. આ મિશનને પગલે ઇસરો ડિસેમ્બરમાં જીસેટ -12 આર કમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.