Abtak Media Google News

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે એક નવો ઈતિહાસ રચ્યો છે. શ્રીહરી કોટા સેન્ટરથી ઈસરોએ આજે 31 સેટેલાઈટ્સ સાથે 100મો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. PSLV-C40 દ્વારા આ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે. આ સિવાય સિંગલ મશિનથી 30 અન્ય સેટેલાઈટ મોકલવામાં આવ્યા છે. તેમાંથી 28 વિદેશી છે. આ બીજી વખત ઈસરો દ્વારા એક સાથે આટલા સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેમણે એક સાથે 104 સેટેલાઈટ ઓર્બિટમાં મોકલીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો હતો. તેમાંથી મોટા ભાગના વિદેશી હતા. વડાપ્રધાને ઈસરોની આ સિદ્ધી સમયે તેમને ટ્વિટ કરીને શુભેચ્છા પણ પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.