Abtak Media Google News

ડ્રોન સર્વિસ ટેકનીશીયન, કારપેન્ટર, ઈલેકટ્રીશીયન સહિતના  કોર્ષમાં ધો.10,12 પાસ વિદ્યાર્થીઓ જોડાઈ શકશે: ઓનલાઈન અરજી કરી શકાશે

આઈ.ટી.આઈ. ખાતે હેલ્પ ડેસ્ટ કાર્યરત

વર્તમાન સમયગાળામાં રાજ્ય તથા રાષ્ટ્રમાં વિવિધ ક્ષેત્રોના ઔદ્યોગિકરણનો વ્યાપ વધી રહ્યો છે . આંતર રાષ્ટ્રીય કંપનીઓ પણ દેશમાં ઉદ્યોગ સ્થાપી રહી છે . નવા નવા ક્ષેત્રો ઉભરી રહ્યા છે . તે સંજોગોમાં વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવી વ્યવસાયિક કૌશલ્ય પ્રાપ્ત કરનાર ઉમેદવાર માટે રોજગારી / સ્વરોજગારી મેળવવાની વધુ ઉજળી તકો રહેલી છે . રાજ્યમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા મારફત અપાતી વ્યવસાયલક્ષી તાલીમ દ્વારા કૌશલ્ય પ્રાપ્ત કરનાર ઘણા બધા ઉમેદવારો આજે માત્ર રાષ્ટ્રમાં જ નહી પણ વિદેશમાં પણ સારી રોજગારી મેળવી રહ્યા છે.

જિલ્લાની મોટી આઈ.ટી.આઈ. – રાજકોટમાં જુદા જુદા 28 ટ્રેડમાં , ગોંડલમાં 19 ટ્રેડમાં , પડધરીમાં 08 ટ્રેડમાં વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે . આ વ્યવસાયલક્ષી તાલીમ પુર્ણ કર્યા બાદ આઈ.ટી.આઈ. માં પ્લેસમેંટ ઈન્ટરવ્યુ નું પણ આયોજન કરવામાં આવે છે . રાષ્ટ્રીય -બહુ રાષ્ટ્રીય કંપનીઓ આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને નોકરીની તકો પુરી પાડે છે . નોકરી કરવા ઈચ્છુક તમામ છાત્રોને તુરંત નોકરી મળી રહે છે .

આઈ.ટી.આઈ. ની તાલીમ દરમ્યાન સરકારશ્રી તરફથી શીષ્યવૃતિ પણ આપવામાં આવે છે . તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓને જુદી જુદી કંપની / ફેક્ટરી / ઓફીસમાં 150 કલાક ની OJT (ઓન જોબ ટ્રેનીંગ) માટે મોકલવામા આવે છે . હાલ રાજયની તમામ આઈ.ટી.આઈ. માં ઓનલાઈન એડમીશન પ્રક્રિયા ચાલુ છે . જેમાં ઉમેદવાર 25-6-2023 સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે દરેક સંસ્થા ખાતે પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની સુવિધા સંસ્થા ખાતે વિનામુલ્યે ઉપલબ્ધ છે . દરેક સંસ્થા ખાતે હેલ્પ ડેસ્ક સેંટર ખોલવામાં આવ્યા છે . સંસ્થા ખાતે રૂબરૂ જઈ માહિતી મેળવી શકો છો .

અબતક મિડિયા હાઉસની મુલાકાતે આવેલ ગોંડલ આઈ.ટી.આઈ.ના આચાર્ય આર.એસ.ત્રિવેદી, રાજકોટ આઈ.ટી.આઈ.ના  આચાર્ય એસ.સી. રાડીયા તથા બી.એન. ભાદરીયાએ જણાવ્યું હતુ કે રાજકોટમાં જુદા જુદા 28 ટ્રેડ જેમાં સોલાર ટેકનીશીયન, મીકેનીક ડીઝલ,  મિકેનિક ઈલેકટ્રીક વ્હીકલ, હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર વેલ્ડર સહિતના  કોર્ષ  ઉપલબ્ધ છે. જયારે ગોંડલ આઈ.ટી.આઈ.માં  એડવાન્સ સી.એન.સી.મશીનીંગ,ડ્રાફટમેન, ફીટર, મશીનીષ્ટ, મીકેનીક મોટર, વ્હીકલ, તથા આવખતે ડ્રોન ટેકનોલોજીનો કોર્ષ  કારપેન્ટરનો કોર્ષ  શરૂ કરવામાં આવેલ છે. અમે વિદ્યાર્થીઓને વન ટુ વન  તાલીમ આપીએ જેથી એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓને એન્રોલ કરીએ છીએ.

સમયાંતરે અલગ અલગ નામાંકિત  કંપનીઓ દ્વારા ભરતી મેળો યોજવામાં આવે છે. જેના થકી વિદ્યાર્થીઓને  સારી નોકરી મળી રહેછે. આઈ.ટી.આઈ.મા પ્રવેશ મેળવવા માટે  26 જૂન સુધી અરજી   કરી શકાય છે. ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા માટેની વેબસાઈટ   https://itiadmission. gujarat.gov.in/પર અરજી કરી શકાશે તથા વધુ માહિતી માટે  આઈ.ટી.આઈ.. ખાતે હેલ્પ  ડેસ્ક શરૂ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.