Abtak Media Google News

કાશ્મીરમાં ભારતીય સૈન્યનું આતંકવાદીઓના સફાયાનું ઓપરેશન રોકવા વર્ષમાં ૭૪૭ વખત સીઝ ફાયર ભંગ કરતું પાકિસ્તાન

ઘણા સમયી પાકિસ્તાન સરહદ પર અટકચાળા કરી રહ્યું છે. અવાર-નવાર સીઝ ફાયરનો ભંગ કરી ઉશ્કેરણીજનક હરકતો કરે છે. ચાલુ વર્ષે પાકિસ્તાને ૭૪૭ વખત સીઝ ફાયર ભંગ કરવાની નાપાક હરકત કરી છે. જેની સામે ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો છે. કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવા ભારતીય સૈન્યએ ચલાવેલા ઓપરેશનને ઘોંચમાં નાખવા પાકિસ્તાને એલઓસી નજીક સીઝ ફાયર ભંગ કર્યો છે. ઘણા કિસ્સામાં ભારતીય જવાનો શહિદ યા છે. જયારે સામાન્ય નાગરીકોના મોત પણ યા હોવાનું જાણવા મળે છે. જમ્મુ-કાશ્મીરમાં ચાલુ વર્ષે ૪૦ી વધુ યુવાનો આતંકી પ્રવૃતિ સો જોડાયા હોવાનો અંદાજ છે. ગત વર્ષે આ સંખ્યા ૧૨૮ જેટલી હતી. ચાલુ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં ૫૧ આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ૨૭ જવાનો શહિદ થયા છે.

૭૭૮ કિ.મી. લાંબી એલઓસી અને ૧૭૮ કિ.મી.ની આંતરરાષ્ટ્રીય બોર્ડમાં પાકિસ્તાને અનેક વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે.૨૦૧૬માં ભારતીય સૈન્યએ કરેલી સર્જીકલ સ્ટ્રાઈક બાદ સીઝ ફાયરભંગના બનાવો વધતા જાય છે. અલબત ભારતીય સૈન્યએ પણ આ હરકતનો જડબાતોડ જવાબ આપી અનેક પાકિસ્તાની સોલ્જરનો ખાત્મો બોલાવ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.