Abtak Media Google News
  • કોલ્હાપુરના 25 જેટલા કલાકારોએ  હિન્દી ફિલ્મોના દેશભક્તિના ગીતો રજૂ કરી વાહવાહી મેળવી
  • દાતા પરિવારનું  પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરાયું સન્માન

આઝાદી અમૃત મોહત્સવ અંતર્ગત જૈન વિઝન સંસ્થા દ્વારા યોજાઇ રહેલા વિવિધ કાર્યક્રમો અંતર્ગત જાગો હિન્દુસ્તાની નામનો દેશભક્તિના ગીતોનો અદભુત કાર્યક્રમ યોજાયો હતો આજે દેશમાં એકતા અને ભાઈચારાનો અને અનેક  બલિદાનો પછી મળેલ આઝાદી આજની યુવા પેઢી જાણે સંદેશો ઘરે ઘરે પહોંચાડવાની જરૂરિયાત છે ત્યારે કોલ્હાપુરના 25 જેટલા સંગીતકારોએ સાથે મળીને તૈયાર કરેલા હિન્દી ફિલ્મના જાણીતા ગીતો આધારિત જાગો હિન્દુસ્તાની કાર્યક્રમને માણીને રાજકોટવાસીઓ અભિભૂત થઇ ગયા હતા.

Dsc 2097 Scaled

સ્વર નિનાદ દ્વારા રજૂ થયેલા જાગો હિન્દુસ્તાની કાર્યક્રમનું ઉદ્ઘાટન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું હતું.આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી,નીતિનભાઈ ભારદ્વાજ, મનીષભાઈ ચાંગેલા જ્યોતીન્દ્રભાઈ મહેતા, ચંદ્રકાન્તભાઈ શેઠ અનિમેષભાઈ રૂપાણી ,જયેશભાઈ શાહ , સુનિલભાઈ શાહ, ભાજપ  સાંસ્કૃતિ ના બિહારીભાઇ ગઢવી જનકભાઈ ઠક્કર, જૈન અગ્રણી દીપકભાઈ પટેલ, મયુરભાઈ શાહ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે ભાષાવાદ, જાતિવાદ ,જ્ઞાતિવાદ, પ્રાંતવાદ વગેરેને જાકારો આપી ને માત્ર રાષ્ટ્રવાદ અપનાવવા અનુરોધ કર્યો હતો.જીતુભાઇ બેનાણી ,ચંદ્રકાન્તભાઈ શેઠ, ગીરીશભાઈ ખારા પરિવાર જયેશભાઈ શાહ, સુનિલ ભાઈ શાહ ,અજીતભાઈ જૈન,પદમાંવતી જૈન હેમલભાઈ મહેતા,કમલેશભાઈ લાઠીયા વગેરેનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક માં શ્રેષ્ઠ નાટ્ય રચના રજુ કરનાર દેવાંશી અને તેમની ટીમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

દેશભક્તિના કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવેલ હતી સ્વાગત પ્રવચન મિલન કોઠારી કરેલ આભારવિધિ ભરત દોશી કરેલ હતી સુંદર શબ્દો દ્વારા કાર્યક્રમનું સંચાલન સંજય મહેતા એ કરેલ ભારતના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરે લખાયેલા શુરવીરોની યાદ અપાવતો અને દરેક ભારતીયને સાંભળવા ગમે એવા દેશભક્તિના ગીતોથી ભરપૂર જાગો હિન્દુસ્તાની કાર્યક્રમ ન ભૂતો ન ભવિષ્યતિ જેવો રહ્યો હતો.

આ કાર્યક્રમ માટે જૈન યુવાના  યોગેશભાઈ શાહ, જતીનભાઈ જસાણી, સૌરાષ્ટ્ર સિક્યુરીટી એન્ડ સર્વેલન્સ એસોસિએશન જતીન સંઘાણી, જૈન સોશિયલ ગ્રુપ સેન્ટ્રલના સજયભાઈ લાઠીયા એલીડના પરાગ મહેતા  મેઈનના ચેતનભાઈ કામદાર,  જૈન સોશિયલ ગ્રુપ વેસ્ટના ચેતનભાઈ કામદાર રોયલ ગ્રુપના અનીશભાઈ વાધર જીજ્ઞેશ મેહતા ઉત્સવ ગ્રુપના દિનેશભાઇ વિરાણી આર ડી ગ્રુપના પરેશભાઈ પોપટ,મધુરમ ક્લબના હર્ષદભાઈ રૂપારેલિયા દ્વારા બ્લોક બુકિંગ મળ્યું હતું.

આ કાર્યક્રમના આયોજન માટે જૈન વિઝનને અનેક લોકો તરફથી સહયોગ મળ્યો હતો જેમાં જ્યોતીન્દ્રભાઈ મહેતા ચંદ્રકાન્તભાઈ શેઠ, અબતક મીડિયા સતિષભાઇ મહેતા, દામિનીબેન કામદાર નીતિનભાઈ કામદાર જીતુભાઈ ચાવાળા, અનિમેષભાઈ રૂપાણી, દિપકભાઈ પટેલ મિતુલભાઈ વસા,(વિસામાણ સેલ્સ ) જીતુભાઈ બેનાણી ,જયેશભાઈ શાહ, ચિરાગભાઈ મહેતા(એટલેન્ટિસ ) હરેશભાઈ વોરા મેહુલભાઈ રૂપાણી ,રાજનભાઈ મહેતા ,અજીતભાઈ જૈન, સુનિલ ભાઈ શાહ , અનીલભાઈ દેસાઈ ,પ્રવીણભાઈ કોઠારી, વિભાસભાઈ શેઠ ,જેનીશભાઈ અજમેરા અને હેમલભાઈ મહેતા સહિતના આગેવાનો સમાવેશ થતો હતો.

ભારતની આઝાદીની સુરીલી અમૃત ગાથા સમાન કાર્યક્રમ આઝાદ ભારતના 75 વર્ષની સફર કરાવી હતી. અત્યાર સુધી માં દેશમાં જાગો હિન્દુસ્તાનીના 3200 જેટલા કાર્યક્રમ થઈ ચૂક્યા છે જ્યારે અમેરિકામાં પણ 28 જેટલા શો યોજાયા છે.આ કાર્યક્રમની સફળતા માટે જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને તેમની ટીમના ભરત દોશી જય ખારા ધીરેન ભરવાડા બ્રિજેશ મહેતા અજીત જૈન ગીરીશ મહેતા નીલ મહેતા સુનિલ કોઠારી હિતેષ મહેતા,વિપુલ મહેતા સંજય મહેતા સચિન વોરા હિતેષ મણિયાર, મનીષ મહેતા, તુષાર પતિરા,હિતેષ દેસાઈ ે જૈન વિઝન મહિલા વીંગ ના અમિષાબેન દેસાઈ, જલ્પાબેન પતિરા  બીનાબેન શાહ સહિતના આગેવાનો જહેમત ઉઠાવી હતી.

આજે પણ ભારતમાતાના સપૂતો એક થઇને દેશ વિરોધી પરિબળોને લલકારે છે: પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

Dsc 2064 Scaled

 

જૈન વિઝન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જાગો હિન્દુસ્તાની કાર્યક્રમનું ઉદઘાટન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કર્યુ હતું. આ કાર્યક્રમમાં વિજયભાઇ રૂપાણીના હસ્તે પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવમાં સંસ્થાને આર્થિક સહયોગ આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું  આ પ્રસંગે વિજયભાઇ રૂપાણીએ સૌ પ્રથમ દેશભકિતનો આટલો સુંદર કાર્યક્રમ યોજવા બદલ જૈનવિઝન સંસ્થાને અભિનંદન આપ્યા હતા. દેશને આઝાદી અપાવવા માટે જે લોકોએ બલિદાન આપ્યા હતા તેમને યાદ કરીને વિજયભાઇ રૂપાળી એ કહ્યું હતું કે આજે પણ ભારત માતા સપૂણો એક થઇને દેશ વિરોધી પરિબળોને લલકારે છે.

જાગો હિન્દુસ્તાન કાર્યક્રમને “અબતક” માઘ્યમથી લાખો લોકોએ નિહાળ્યો

જૈન વિઝન દ્વારા જાગો હિન્દુસ્તાનની કાર્યક્રમ ‘અબતક’ ચેનલ અને ડીજીટલ માઘ્યમ દ્વારા જીવંત પ્રસારણ લાખો લોકોએ નિહાળીયું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.