Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગરમાં શરૂ સેક્શન રોડ પર રહેતા એક ગ્રાહકે ગઈકાલે ખજૂરના પેકેટની ખરીદી કરી હતી, જે પેકેટ ઘરે ખોલ્યા પછી તેમાંથી જીવતી ઈયળ જોવા મળી હોવાથી તુરત જ મહાનગરપાલિકાની ફૂડ શાખાને જાણ કરવામાં આવી હતી, અને ફૂડ વિભાગ દ્વારા પેકિંગ કરતી કંપની ને ત્યાં દરોડો પાડી ચેકિંગ કરી  નમૂના લેવાયા છે.

Advertisement

જામનગરના શરૂ સેક્શન રોડ પર રહેતા એક ગ્રાહક દ્વારા ગઈકાલે ખરીદ કરવામાં આવેલા બોમ્બે નમકીન નામની પેઢીના પેક કરાયેલા ખજૂરની ખરીદી કરાઈ હતી, અને ૯૦ રૂપિયામાં એક પેકેટની ખરીદી કરવામાં આવી હતી.જે પેકેટને ઘેર જઇ ખોલ્યા પછી તેમાંથી જીવિત ઈયળ નિકળતાં આજે સવારે તાત્કાલિક અસરથી જામનગર મહા નગરપાલિકાની ફુડ શાખાને જાણ કરવામાં આવી હતી, અને સેમ્પલ દર્શાવાયું હતું. જેથી ફૂડ વિભાગ દોડતું થયું હતું.

Whatsapp Image 2023 11 08 At 11.01.00 Ea175C76
તપાસ દરમિયાન પટેલની શેરી નંબર નવના છેડે બોમ્બે નમકીન નામની પેઢી દ્વારા ફરસાણ ના પેકિંગની સાથે સાથે ખજૂરનું પણ પેકિંગ કરીને વેચાણ કરાતું હોવાથી તે પેઢીમાં હાજર રહેલા ખજૂરના પેકેટ ના નમુના ને ખોલીને ચેકિંગ કરાવ્યું હતું, અને તેની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. જોકે તે પેકિંગમાં કશો વાંધો ન હતો, ગ્રાહકને મળેલું પેકિંગ કબજે કર્યા પછી આ અંગેની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.