Abtak Media Google News

રૂ.૨૭.૮૩ કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રીજ પાસે ઈડબલ્યુ એસ.૧ અને ૨ના આવાસ બનાવાશે ઘાંચી કોલોનીપાસે રૂ. ૬.૫૪ કરોડના ખર્ચે ઈડબલ્યું એસ.૧ના આવાસનું નિર્માણ કરાશે

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં કુલ રૂ. ૪૯ કરોડ ૪૬ લાખના વિવિધ ખર્ચાઓને બહાલી આપવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક સુભાષ જોષીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ૧ર સભ્યો ઉપરાંત મેયર વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. ૧૪ માં નાણાપંચની ગ્રાન્ટમાંથી આરસી રોડ એમપી ૧ અને ર તથા ઝોન ૧ અને ર તેમજ નવાગામ-ઘેડ વિસ્તારમાં બાકી રહેતા હાઉસ કનેકશન લાઈનો, ચેમ્બરો બનાવવા માટેના વાર્ષિક કોન્ટ્રાક્ટ અને દરખાસ્ત અન્વયે રીટેન્ડર કરવાનો નિર્ણય લેવાયો હતો. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લોક ભાગીદારી સ્કીમ હેઠળ વેસ્ટ ઝોન વોર્ડ નં. ૧,૬,૭ માં સુચિત તથા સીસી રોડ, બ્લોકના કામો સામે ભૂગર્ભ ગટરના કામના વાર્ષિક કોન્ટ્રાક્ટ અન્વયે રૂ. ર કરોડના ખર્ચાને મંજૂરી આપવામાં આવી હતી. ઓગ્મેન્ટેશન ઓફ ઈલેક્ટ્રીક એન્ડ મિકેનિકલ ઈક્વીપમેન્ટ વીથ સપ્લાય, ઈન્સ્ટોલેશન, ટેસ્ટીંગ એન્ડ કમિશનીંગ ત્રણ વર્ષના મેન્ટનન્સ સાથે ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ, ઉંડ-૧ ડેમ, ગુલાબનગર ઈએસઆરના કામની કમિશ્નરની દરખાસ્ત અન્વયે રૂ. ૩ કરોડ ૮૧ લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું. તેવીજ રીતે રણજીતનગર, ગોકુલનગર, રવિપાર્ક, ઈએસઆર તથા જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટ માટેના ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ અન્વયે રૂ. ર કરોડ ૭૮ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.

પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે રેલવે ઓવરબ્રીજ પાસેથી જગ્યામાં ઈડબલ્યુ એસ-૧ તથા ર ટાઈપના આવાસ બનાવવા માટેની કમિશ્નરની દરખાસ્ત માટે રૂ. ર૭ કરોડ ૮૩ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. પ્રધાન મંત્રી આવાસ યોજના અન્વયે નિર્માણ પામનાર સ્કિમના નામ કરણ માટેની દરખાસ્ત અંગે સંત કબીર સાહેબનગર રાખવા નિર્ણય લેવાયો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘાંચી કોલોની પાસે લાલપુર રોડવાળી જગ્યામાં ઈડબલ્યુ એસ-૧ ટાઈપના આવાસ બનાવવાની દરખાસ્ત રૂ. ૬ કરોડ પ૪ લાખનું ખર્ચ મંજૂર થયું હતું.

૭૦ એમએલડી કેપેસિટીના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને સુપરત કરવાની દરખાસ્ત થતા આ અંગે કમિશ્નરને સતા આપવા નિર્ણય થયો હતો. ટાવર લોડર માઉન્ટેડ વાહન ભાડે રાખવા માટે રૃા. ૩પ લાખ, સરકારી મેડિકલ કોલેજ કમ્પાઉન્ડમાં ડામર રીકાર્પેટ કરવા અંગે રૂ. ૭ લાખ ર૩ હજારનો ખર્ચ મંજૂર થયો હતો.

વોર્ડ નં. ૧પ માં કનસુમરા માર્ગે ડીપી માર્ગે સીસી રોડ બનાવવા અંગે રૂ. ૧ કરોડ ૬પ લાખનું ખર્ચ મંજૂર રખાયું હતું. સિવિલ સેન્ટ્રલ ઝોન વોર્ડ નં. પ અને ૯ માં ખાનગી સોસાયટીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ વસાહતમાં અને અન્ય રહેણાંક વિસ્તારમાં લોક ભાગીદારીથી માળખાકીય સુવિધા અન્વયે સીસી રોડ / બ્લોકના કામ અંગે રૃા. બે કરોડ, સિવિલ સાઉથ ઝોનમાં સાંસદ ૫ૂનમબેન માડમની ૧૦૦ ટકા ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર ૧૬માં અ.જા. વિસ્તારમાં વાલ્મિકી સમાજમાં, હર્ષદમીલ ચાલી મેઈન રોડ તથા અન્ય ત્રણ શેરીમાં સી.સી.એડ.ના કામ માટે ૬ લાખનું ખર્ચ મંજુર થયું હતું.

ભીના-સૂકા કચરા માટે અલગ-અલગ ૧૨લીટરના ડસ્ટબીન ખરીદવા રૂ. ૧ કરોડનો ખર્ચ, પોલ ઈરેક્શન, પોલ શીફટીંગ, તથા સેન્ટ્રલ લાઈટીંગ મેન્ટનન્સ, બ્રેકેટ સપ્લાય તથા આનુસાંગિક કામગીરી માટે રૂ. ૮ લાખ ૨૦ હજારનું ખર્ચ મંજુર થયું હતું.

ગુલાબનગર વિસ્તારમાં બનાવવામાં આવેલ શાક માર્કેટ ઊભેલ ઈમલા સહિત જાહેર હરરાજીથી વેચાણ કરવાની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવાની દરખાસ્ત મંજુર રાખવામાં આવી હતી.

કોર્પોરેટર દિનેશ પટેલની ગ્રાન્ટમાંથી જી.જી.હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ અથવા અન્ય ટ્રસ્ટની સખાવતથી હોસ્પિટલમાં મેડિકલ સાધન માટે ગ્રાન્ટ ફાળવવા માટે રૂ. ૮ લાખ ૫૫ હજારનું ખર્ચ મંજુર થયું હતું.

મરીન ચોકીથી એસ.ટી.પી. થઈને વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સુધી મેટલીંગ કામ માટે તથા ગાંધીનગરમાં ભૂગર્ભ જળસંચય તળાવ બનાવવાના પ્રાથમિક સ્ટેઈજના કામ માટે રૂ. ૩૫ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.

વ્યવસાય, વેપાર-ધંધા અને રોજગાર વેરા નિયમ અન્વયે ખાસ રીબેટ આપવાની અરજન્ટ દરખાસ્ત અન્વયે ૧૫ ટકા રિબેટ આપવા મંજુર કરવામાં આવ્યું હતું.

સ્પોર્ટ કોમ્પ્લેક્સ સીન્થેટીક બેડમીન્ટન કોર્ટ માટે રૂ. ૩૧ લાખ ૭૮ હજારનું ખર્ચ અધ્યક્ષ સ્થાનેથી મંજુર રખાયું હતું.

સીટી ડીસ્પેન્સરી જગ્યાએ પબ્લિક હેલ્થ સેન્ટર બનાવવાનું મંજુર કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.