Abtak Media Google News

રણમલ તળાવની શાનને ઝાંખપ લગાડતી મહાપાલિકા તંત્રની બેદરકારી

કમલા નહેરૂ બાગના ફૂવારા જાળવણીના અભાવથી બિસ્માર બની જતા બગીચામાં ફરવા આવતા લોકો નિરાશ થાય છે. જામનગરની આન બાન શાન એટલે રણમલ તળાવ. આ તળાવ ઉપર કમલા નહેરૂ બાગના ફુવારાઓ શોભાના ગાંઠીયા સમાન બન્યો છે. કમલા નહેરૂ બગીચાના ફુવારા બંધ જોઇને પ્રવાસીઓમાં નિરાશા જાગી છે.

મહાનગરપાલિકા દ્વારા તળાવની પાળ ઉપર ખૂબ જ ડેવોલોપમેન્ટ કરવામાં આવ્યુ છે. ત્યારે આ તળાવની પાળ ઉપર કમલા નહેરૂ બાગ અનેરૂ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. અને બાગમાં પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ ત્રણ-ત્રણ મ્યુઝીકલ ફુવારા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પરંતુ આ ત્રણેય ફુવારા લાંબા સમયથી બંધ હાલતમાં રહ્યા છે એટલે બાગની મુલાકાતે આવતા મુલાકાતીઓને આ મ્યુઝીકલ ફુવારા બંધ સ્થિતિમાં જોઇને નિરાશ વ્યાપી જાય છે. જામનગર મહાનગરપાલિકાનું તંત્ર હંમેશા આરંભે શૂરા સમાન રહ્યા છે કમલા નહેરૂ બાગને નવનિર્માળ કરી બાદ આ ત્રણ મ્યુઝીકલ ફુવારા કાર્યરત હતા. જેનાથી અહીંયા બાગમાં આવતા મુલાકાતીઓ આ રંગ બે રંગી અને મ્યુઝીકલ ફુવારા જોઇને ચકિત રહી જતા હતા. પરંતુ આજે હવે તે રંગબે રંગી મ્યુઝીકલ ફુવારા બંધ છે એટલુ જ નહિ ફુવારા માટેની પાઇપ, લાઇટ અને ઇલેકટ્રીકલ વાયરીંગ સહિતનો માલસામાન ધુળધાણી થઇ રહ્યો છે. કમલા નહેરૂ બાગના ફુવારા બંધ હાલતમાં લાંબા સમયથી હોવા છતા મહાનગરપાલિકાનું તંત્ર આ બંધ ફુવારા કાર્યરત કરવાનું નામ લેતુ નથી. એટલુ જ નહિ મનપાનું તંત્ર બાગ બગીચાની સાળસંભાળ લેવામાં નિષ્ફળ રહ્યુ છે તેવો ઘાટ સજાર્યો છે. અહિયા કમલા નહેરૂ બાગની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે કમલા નહેરૂ બાગના ફુલછોડ જોઇને વધુ રાજી થાય છે. પરંતુ આ ફુવારાઓ એક-બે નહિ ત્રણેય ફુવારા બંધ જોવા પડે છે. જે ફુવારા એ સમયે એનરૂ આકર્ષણ જગાવતા હતા. આજે તો આ મ્યુઝીકલ ફુવારાના અવશેષો સમાન કાટ ખાયેલ પાઇપ લાઇન જોવાનો વખત આવ્યો છે. આ કમલા નહેરૂ બાગના ફુવારાઓ તળાવની પાળને એક ગાલ ઉપરની કાળી ટીલ્લી સમાન બન્યા છે. લાખોટા તળાવની મરામત પાછળના લાખો રૂપિયાના ખર્ચની સાથે આ કમલા નહેરૂ બાગના ત્રણ-ત્રણ ફુવારાની મરામતના ખર્ચની જોગવાઇ કરવી જોઇએ જેથી મુલાકાતીઓ આ કમલા નહેરૂ બાગના રંગ બે રંગી મ્યુઝીકલ ફુવારાનો નજરો માણી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.