Abtak Media Google News

ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુનામાં એડવોકેટ માનસતા જેલ હવાલે થયો’તો:હોસ્પિટલમાં ચુસ્ત બંધોબસ્ત ગોઠવાયો

જામનગરમાં જયેશ પટેલ ગેંગ સામે નોંધાયેલ ગુજસીટોક હેઠળની કાર્યવાહી બાદ જામનગર ચર્ચાનો વિષય બન્યું હતું. આમાં સંડોવાયેલ 13 શખ્સ હાલ જેલમાં છે. જેમાં જામનગર જેલમાં રહેલ અને જયેશ પટેલના વકીલ તરીકેની ભૂમિકા ભજવનાર વકીલ વી.એલ. માનસાતાની સોમવારે તબિયત લથડતાં તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં આઇસીયુમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમના પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ગુજસીટોક પ્રકરણમાં ગત વર્ષે કુખ્યાત જયેશ પટેલ અને તેના 12 સાગરીત સામે પોલીસે ફરિયાદ નોંધી જમીન માફિયા જયેશ પટેલના નેટવર્કને નાબૂદ કરવા પોલીસ ઓપરેશન હાથ ધર્યું હતું. આ પ્રકરણમાં જાણીતા બિલ્ડર નિલેશ ટોલિયા સહિત ચાર બિલ્ડર, ભાજપના પૂર્વ નગરસેવક અતુલ ભંડેરી, નિવૃત્ત પોલીસ જમાદાર વશરામ આહીર તેમજ જયેશ પટેલના વકીલ તરીકે રહેલ એડવોકેટ વી.એલ. માનસાતા સહિતના 12 આરોપીઓ સામે ગુજસીટોક ધારાઓ મુજબ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ અન્ય ચાર શખ્સની સંડોવણી ખૂલવા પામી હતી.પોલીસે જે તે સમયે વકીલ માનસાતા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી.

ત્યારબાદ પોલીસ દ્વારા ત્રણ હજાર પેજનું ચાર્જશીટ રાજકોટની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં રજૂ કર્યું હતું. દરમિયાન પાંચ આરોપીઓ દ્વારા જુદી જુદી અદાલતમાં જામીન માટેની અરજી કરી હતી. આજ દિવસ સુધીમાં એક પણ આરોપીની જામીન અરજી મંજૂર થઇ નથી. બીજી તરફ લંડનમાં પકડાયેલ મુખ્ય આરોપી જયેશ પટેલને ભારત લઇ આવવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. ત્યારે આ પ્રકરણમાં સંડોવાયેલ અને જામનગર જેલમા રહેલ વકીલ વી.એલ. માનસાતાને બે દિવસથી ઊલટી થતી હતી.v

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.