Abtak Media Google News
  • હોળી ધુળેટીના પર્વે ઇમર્જન્સી સેવા ટિમ ખડે પગે રહેશે

જામનગર ન્યૂઝ :  જામનગર શહેર અને જિલ્લામાં ઉત્સવ પ્રેમીઓ કે જેઓ હોળી- ફૂલેટી ના પર્વની ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરતા હોય છે, આ તહેવારો દરમિયાન ઈમરજન્સી ૧૦૮ ની સેવાની ખૂબ જ જરૂરિયાત હોય છે, અને સૌથી

Whatsapp Image 2024 03 23 At 14.34.27 056Dcbe7

વધુ કોલ આવતા હોય છે. જેને અનુલક્ષીને જામનગર જિલ્લાની તમામ ૧૦ જેટલી ૧૦૮ ની એમ્બ્યુલન્સ ની ટીમને તહેનાતમાં રાખી છે, અને બંને દિવસો દરમિયાન સતર્ક રહેશે.

હોળી ધુળેટી તહેવાર નિમિતે જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માં કુલ ૧૮ જેટલી ૧૦૮ એમ્બ્યુલેન્સ જરૂરી સાધન સામગ્રી તેમજ ૭૨ જેટલા સ્ટાફ સાથે કાર્યરત રહેશે. જામનગર જિલ્લા ના ઇએમઆરઆઈ જી.એચ.એસ.-૧૦૮ ના મેનેજર જયદેવસિંહ જાડેજા ના જણાવ્યા અનુસાર તહેવારો માં સામાન્ય દિવસો કરતા ૧૫ ટકા થી ૨૦ ટકા ઇમર્જન્સી ઘટના વધુ બનતી હોવા થી જેના અનુસંધાને ગ્રામ્ય અને શહેર માં ૧૮ જેટલી ૧૦૮ નંબરની એમ્બ્યુલેન્સ સ્ટેન્ડ બાય રહેશે. અને તમામ ૭૨ જેટલો સ્ટાફ ચોવીસેય કલાક સતર્ક રહેશે. તેમજ જાહેર જનતા ને કોઈ પણ આપાતકાલીન ઘટના માટે તુરતજ ૧૦૮ માં કોલ કરવા જણાવ્યું છે.

 સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.