Abtak Media Google News

જિલ્લામાં મીની લોકડાઉન વચ્ચે પોલીસ સક્રિય: કામ વગર બહાર નિકળતા, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે કાર્યવાહી

ગુજરાતમાં ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસોની સ્થિતિને કારણે રાજ્ય સરકારે ગુજરાતના મહાનગરો સહિત 29 શહેરોમાં રાત્રિ કર્ફયુ લાદવા ઉપરાંત દિવસ દરમિયાન આવશ્યક સેવાઓ, અનાજ-કરિયાણા, ઘંટી, શાકભાજી, ફળ, ડેરી, મેડકિલ, બેકરી સિવાયના તમામ વેપાર ધંધા બંધ રાખવાનો આદેશ કર્યો હતો. જેના પગલે જામનગરમાં બુધવારે આવશ્યક સેવા સિવાયના વેપાર-ધંધા સજજડ બંધ રહ્યા હતાં. ધાર્મિક સ્થળો, મંદિરોમાં દર્શનાર્થીઓને પ્રતિબંધ મૂકાયો છે. દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, શોપીંગ કોમ્પલેક્ષ, યાર્ડ, બાગ-બગીચા બંધ રહ્યા હતાં. કડક નિયંત્રણોની અમલવારી પાંચ મે સુધી ચાલુ રહેશે. રાજ્ય સરકારે મંગળવારે સાંજે જાહેર કરેલા પ્રતિબંધાત્મક આદેશનો બુધવારથી જામનગર કોર્પોરેશન વિસ્તારમાં કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આદેશની અવગણના કરનારા વેપારીઓની દુકાનો બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત લારી-ગલ્લાને પણ બંધ કરાવી દેવામાં આવ્યા હતાં. જો કે, શહેરમાં અનેક વિસ્તારોમાં સવારના ભાગે ઘૂઘરા, ગાંઠિયા, ચા-પાનના ધંધા ચાલુ રહ્યા હતાં. પટેલ કોલોની વિસ્તારમાં જાહેર મુખ્ય રોડ પરની ચા ની હોટલો તથા પાનની દુકાનો-લારી બિન્દાસ ખુલ્લા જોવા મળ્યા હતાં. તેવી જ રીતે હોસ્પિટલના દરવાજાઓ પાસે જ ગાંઠિયા-ભજિયાની રેંકડી, ઘૂઘરાના થાલા, ચાના જગ ભરીને ધંધા ખુલ્લેઆમ ચાલુ રહ્યા હતાં. શહેરના અન્ય વિસ્તારોમાં પણ ખાસ કરીને ખાણીપીણીની દુકાનો-લારીઓ, પાનના ગલ્લા, ચાની હોટલો ક્યાંક ખુલ્લેઆમ તો ક્યાંક પાછલા બારણે ચાલુ રહ્યા હતાં. આ બાબતની જાણ થતાં અને તંત્ર દ્વારા ચેકિંગ અને અમલવારીથી કડક કાર્યવાહી કરતા બપોરે લગભગ તમામ ધંધા બંધ થઈ ગયા હતાં.

અનાજ, કરિયાણું, ડેરી, ફળ, શાકભાજી, બેકરી, મેડિકલ સહિતની આવશ્યક સેવાઓ ચાલુ

સરકારી, અર્ધસરકારી કચેરીઓ, બેંકો, ખાનગી ઓફિસો ચાલુ રહી હોવાથી નગરજનો કામકાજ માટે રાબેતામુજબ માર્ગો પર જોવા મળ્યા હતાં. અલબત્ત તમામ કાપડ, રેડીમેઈડ કપડા, જ્વેલર્સ, ઈલેક્ટ્રોનિક્સ આઈટમના શો-રૂમ તેમજ કોમર્શિયલ કોમ્પલેક્ષ બંધ રહ્યા હોવાથી મુખ્ય માર્ગો પર બંધના આદેશની સજજડ અસર જોવા મળી હતી. જો કે, અનાજ/મસાલા દળવાની ઘંટીઓ, આઈ.ટી. સંબંધિત સેવાઓ, પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયા, ન્યૂઝ પેપર વિતરણ, પેટ્રોલ-ડીઝલ-સીએનજી, પીએનજી પંપો, ટ્રાન્સપોર્ટેશન ચાલુ રહ્યું હતું. માર્કેટ યાર્ડમાં ફકત શાકભાજી અને ફળની ખરીદી અને વેંચાણ ચાલુ રહ્યું હતું. જામનગર શહેર અને જિલ્લાભરમાં હાલ કોરોના સંક્રમણનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. જામનગર રાજયના ત્રીજા નંબરનો જિલ્લો બની ગયો છે. જયાં કોરોના સંક્રમણનું પ્રમાણ સૌથી વધુ છે. આ સંક્રમણને રોકવા માટે પોલીસ દ્વારા કાયદાકીય રાહે સતત અને સઘન કામગીરી કરવામાં આવી રહી છે. ગઇકાલે જાહેરનામા પ્રત્યે બેદરકાર રહેલ અનેક શખ્સો સામે જિલ્લાભરની પોલીસે જુદા-જુદા ગુન્હાઓ નોંધી કાર્યવાહી કરી હતી. જામનગર સીટી સી ડિવિઝન પોલીસે મનોજ છગનભાઇ મંડલી, વિજયસિંહ વિક્રમસિંહ જાડેજા, ભાવેશ મુળશંકર ત્રિવેદી, રાહુલ હસમુખભાઇ ભટ્ટ, મહાવીરસિંહ બચુભા ઝાલા, જીતેન્દ્ર મોહનગીરી ગોસ્વામી, અશોક શિવુભાઇ ગોરી, વિશાલ ડાયાભાઇ વાઘેલા, હરેશ રાણાભાઇ ધમા, સંજય રાણા ધમા, હિરેન ગગુભા પરમાર, રવિ મનોહરભાઇ વશીયર નામના શખ્સો સામે ધ એપેડેમીક એકટ અને ડિજાસ્ટર મેનેજમેન્ટ એક સહિતની કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

જયારે પંચકોષી એ ડિવિઝન પોલીસે અજય ઉર્ફે ટીપુડો મુકેશ પરમાર, હેમતકુમાર નટવરલાલ મેરખાણી, આરીફ અબાસ પટણી, કિશોરસિંહ જીતુભા ઝાલા નામના શખ્સો સામે ધ એપેડેમીક એકટ અને ડિજાસ્ટર મેનેજમેન્ટ એક સહિતની કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે પંચકોષી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, રાજભાઇ મહેન્દ્રભાઇ તાળા, શૈલેષભાઇ રામજીભાઇ બારીયા, વિજય પાચાભાઇ રબારી, હસન ઇબ્રાહીમ ખફી નામના શખ્સો સામે ધ એપેડેમીક એકટ અને ડિજાસ્ટર મેનેજમેન્ટ એક સહિતની કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે જામજોધપુર પોલીસે અક્ષય દિનેશભાઇ સાપરીયા, કાનજી ઉર્ફે કનુ પોલાભાઇ મકવાણા, ચેતન રમેશભાઇ પરમાર, સૌરવભાઇ સુજીતભાઇ વાઢેર, સોહિલ ઉર્ફે નાળી મામદભાઇ રાવકરડા નામના શખ્સો સામે ધ એપેડેમીક એકટ અને ડિજાસ્ટર મેનેજમેન્ટ એક સહિતની કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.જયારે લાલપુર પોલીસે પરેશ અવસરભાઇ ગાંભવા, સુરેશ હમીરભાઇ ગોરાણીયા, કિશન નારણભાઇ ભુસા, રામદેવ મુળુભાઇ બંધીયા નામના શખ્સો સામે ધ એપેડેમીક એકટ અને ડિજાસ્ટર મેનેજમેન્ટ એક સહિતની કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

નાસ્તાની દુકાનો બંધ કરાવતું તંત્ર

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે સરકારે આજથી 5 મેં સુધી વધુ નિયંત્રણો અમલમાં મૂક્યા છે ત્યારે આજે જામનગર શહેરમાં તેની અસર જોવા મળી હતી. જામનગર શહેરમાં આવશ્યક ચીજવસ્તુ સિવાયની તમામ દુકાનો અને બજારો સજ્જડ બંધ જોવા મળી હતી.શહેરના ખંભાળિયા ગેટર, ટાઉનહોલ, સુભાષ માર્કેટ, ચાંદી બજાર, પીએન માર્ગ સહિતના વિસ્તારમાં દુકાનો સજ્જડ બંધ જોવા મળી હતી. કેટલાક વિસ્તારમાં નાસતાની દુકાનો ખૂલતા તંત્ર દ્વારા બંધ કરાવવામા આવી હતી. આજથી શહેરમાં મીની લોકડાઉન જેવી સ્થિતિ સર્જાતા શાકમાર્કેટ અને અનાજ બજારમાં સામાન્ય દિવસો કરતા લોકોની થોડી વધુ ચહલપહલ જોવા મળી હતી. જો કે, સામાન્ય દિવસોમાં ચા પાનની દુકાનો પર લોકોની જે ભીડ દેખાતી હતી તે આજથી બંધ જોવા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.