Abtak Media Google News
  • બેડીની કુખ્યાત સાયચા ગેંગના વધુ એક શખ્સને પોલીસે પકડી પાડ્યો
  • ગેંગના બશીર જુસબ સાયચા નામના એક આરોપીને પોલીસ દ્વારા ઝડપી લઇ સાત દિવસના રિમાન્ડ પર લેવાયો હતો

જામનગર ન્યૂઝ : જામનગરમાં થોડા પહેલાં એક એડવોકેટ ની સરાજાહેર હત્યા નિપજાવવામાં આવી હતી.જેમાં સંડોવાયેલા બેડીની કુખ્યાત સાયચા ગેંગના વધુ એક શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા પ્રકરણમાં કુલ ધરપકડનો આંક ત્રણનો થયો છે.

જામનગરના બેડી વિસ્તારમાં ગત સપ્તાહે એડવોકેટ હારૂનભાઈ પલેજા ની હત્યા નીપજવવામાં આવી હતી. જેમાં કુખ્યાત સાયચા ગેંગના ૧૫ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જે ગુના નાં આરોપીઓ ને પકડી પાડવા માટે એસપી પ્રેમસુખ ડેલુ એ ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળની સીટની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. દરમિયાન આ ગેંગના બશીર જુસબ સાયચા નામના એક આરોપીને પોલીસ દ્વારા ઝડપી લઇ સાત દિવસના રિમાન્ડ પર લેવાયો હતો.

જેની ઊંડાણપૂર્વકની પૂછપરછના આધારે તપાસની પોલીસ ટુકડીએ સાયચા ગેંગના વધુ બીજા આરોપી સિકંદરની અટકાયત કરી લઇ તેને પણ સાત દિવસના રિમાન્ડ પર લેવાયો છે. દરમિયાન આજે વહેલી સવારે હત્યા પ્રકરણના ત્રીજા આરોપી દિલાવર હુસેન કકકલ ની ધરપકડ કરી લીધી છે. જેને પણ રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં આ હત્યા પ્રકરણમાં કુલ ધરપકડનો આંક ત્રણ નો થયો છે.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.