Abtak Media Google News

જીઓ આજે બધી જ જગ્યાએ પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યું છે. હાલ આઈપીએલ ચાલી રહ્યો છે તેને પણ બધી જ ભાષાઓમાં શ્રોતાઓ માટે લાઇવ પ્રસારણ પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે જીઓ સ્ટુડિયોએ 100 મનોરંજન પ્રોજેક્ટ્સની વધુ એક મોટી જાહેરાત કરી છે જેમાં શાહરૂખ, શાહિદ અને કૃતિ સેનન જેવા ઘણા સ્ટાર્સ મોટા બજેટની ફિલ્મોમાં જોવા મળશે.

જિયો સ્ટુડિયોએ સ્થાપનાના પાંચ વર્ષ પૂર્ણ થવા પર બુધવારે તેના આગામી પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી. આ અવસર પર, મુંબઈમાં Jio સ્ટુડિયો દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ બોલિવૂડ અભિનેતા અને અભિનેત્રીઓએ ભાગ લીધો હતો. ખાસ અવસર પર જિયોએ 10-15 નહીં પરંતુ 100 અલગ-અલગ પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે. આ મોટા બજેટ પ્રોજેક્ટ્સમાં શાહિદ કપૂરની બ્લડી ડેડી, રાજકુમાર રાવની સ્ત્રી 2 અને વરુણ ધવનની ભેડિયા 2નો સમાવેશ થાય છે. બ્લડી ડેડી JioCinemaની OTT એપ પર રિલીઝ થશે, જ્યારે સ્ત્રી 2 આવતા વર્ષ ૨૦૨૪માં ઓગસ્ટમાં આવશે.

જીઓએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ અન્ય ભાષાઓમાં પણ ફિલ્મો અને ઓરિજિનલ વેબ સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે. આમાં, 100 થી વધુ સ્ટોરીનું સ્ટ્રીમિંગ થશે તેવું પણ કહેવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે હિન્દી, મરાઠી, બંગાળી, ગુજરાતી, દક્ષિણ અને ભોજપુરી સહિત અન્ય ઘણી ભાષાઓ પણ આ યાદીમાં સામેલ છે.

જિયો સ્ટુડિયોએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તમારો સીટ બેલ્ટ બાંધો. ભારતનો સૌથી મોટો કન્ટેન્ટ સ્ટુડિયો ભારતના સૌથી મોટા સ્ટાર્સ, ટોચના ફિલ્મ નિર્માતાઓ તેમજ ઉત્તેજક નવી પ્રતિભાને દર્શાવતી 100 વાર્તાઓની તેની આકર્ષક સામગ્રી લાઇન-અપ રજૂ કરે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે દરેક સ્ટાર્સ તમારું મનોરંજન કરવા માટે તૈયાર છે. Jio સ્ટુડિયો પણ તે ફિલ્મો અને શ્રેણી રજૂ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મોમાં એક્શન, રોમાન્સ, ફેમિલી ડ્રામા, કોમેડી અને થ્રિલર જેવી ઘણી સ્ટોરી જોવા મળશે. તમે વીડિયોમાં કેટલીક ફિલ્મોના નામ પણ જોઈ શકો છો, જેમાં શાહિદ કપૂરની આગામી ફિલ્મ બ્લડી ડેડી, રફુચક્કર, લાલ બત્તી, યુનિયન, બજાઓ, ઈન્સ્પેક્ટર અવિનાશ, મૂનવોક, ડોક્ટર્સ, યુપી 65, અ લીગર અફેરનો સમાવેશ થાય છે.

 

ફિલ્મો અને વેબ સિરીઝના નામ

યુનિયન – વેબ સિરીઝ
બ્લડી ડેડી – મૂવી
બજાઓ – વેબ સિરીઝ
ઇન્સ્પેક્ટર અવિનાશ – વેબ સિરીઝ
ટ્રાયલ પીરિયડ – ફિલ્મ
ભગવાન: પ્રકરણ 1  ફિલ્મ
વન ફ્રાઈડે નાઈટ – ધ મૂવી
બ્લાઈન્ડ ફિલ્મ
રફુચક્કર – વેબ સિરીઝ
લાલ બત્તી – વેબ સિરીઝ
એમ્પાયર – ફિલ્મ
બારામુલા ફિલ્મ
મૂન વોક – વેબ સિરીઝ
મિસેસ ફિલ્મ
સુમો દીદી – ફિલ્મ
ધસ્ટોરી ટેલર – મૂવી
ડોક્ટર્સ – વેબ સિરીઝ
ધ મેજિક ઓફ શ્રી – વેબ સિરીઝ
UP 65 – વેબ સિરીઝ
મુંબઈકર ફિલ્મ
હેપ્પીલી એવર આફ્ટર – મૂવી
રૂમી કી શરાફત – ફિલ્મ
ફિલ્મ ધેટ નેવર વોચ
બ્લેકઆઉટ ફિલ્મ
ધામધૂમ ફિલ્મ
હિસાબ બરાબર ફિલ્મ
બજાઓ – વેબ સિરીઝ
આઈ લવ યુ મૂવી
ઝરા હટકે ઝરા બચકે – ફિલ્મ
સર્વગુણ સંપન્ન  – ફિલ્મ
અ લીગલ અફેર – વેબ સિરીઝ
કચ્ચા લીંબુ- ફિલ્મ
ખ્વાબોં કા ઝમેલા – ફિલ્મ
પૂજા મેરી જાન – ફિલ્મ
સેક્ટર 36- ફિલ્મ
ધમાસાન – ફિલ્મ
કું ફાયા કું – ફિલ્મ
બૂ-ફિલ્મ
આચારી બા – ફિલ્મ
ઇશ્ક નેક્સ્ટ ડોર – ફિલ્મ
અમર પ્રેમની પ્રેમ કહાની – ફિલ્મ
દો ગુબ્બારે – વેબ સિરીઝ
એકરૂપ ફિલ્મ
જો તેરા હૈ વો મેરા હૈ – ફિલ્મ
ઇશ્ક-એ-નાદાન – ફિલ્મ
ડંકી- મૂવી
સ્ત્રી 2 – મૂવી
ભેડિયા 2 – ફિલ્મ

મુંબઈમાં Jio સ્ટુડિયો દ્વારા એક ભવ્ય કાર્યક્રમમાં અનેક ફિલ્મ સ્ટાર ઉપસ્થિત રહ્યા હતા જેમાં અભિષેક બચ્ચન, વરુણ ધવન, આર. માધવન, રકુલ પ્રીત કૌર, ટાયગર શ્રોફ વગેરેનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.