Abtak Media Google News

જૂનાગઢ એલસીબીએ કેશોદ ખાતે એક મહિલાના ઘરે જુગાર દરોડો પાડી ૮ મહિલાઓને જુગાર રમતા પકડી પાડી જુગાર ધારા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા કેશોદમાં આ ઘટના ચર્ચાના ચકડોળે ચડી હતી.

કેશોદના પી.એમ. ટાવર બ્લોક નં. ૨૦૮ માં રહેતા મુદુલાબેન અનીરુધ્ધસિંહ રાયજાદા પોતાના કબ્જા ભોગવટાના મકાનમા બહારથી સ્ત્રીઓ બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી તીનપતી નામનો જુગાર રમાડી રહ્યા હોવાની જૂનાગઢ એલસીબી ને બાતમી મળતા બાતમીના આધારે કેશોદના પીએમ ટાવર ખાતેેેે મૃદુલાબેન અનિરુદ્ધસિંહ રાયજાદા ના ઘરે એલ.સી.બી.એ જુગાર અંગેે દરોડો પાડતા મુદ્રુલાબા અનિરૂધ્ધસિંહ રાયજાદા  (ઉ.વ.૪૫), નર્મદાબેન ડાયાલાલ રબારીયા (ઉ.વ.૪૫), હિનાબેન  નર્મદગીરી અપારનાથી (ઉ.વ.૨૪), જયોતિબેન જીતેન્દ્રગીરી અપારનાથી  (ઉ.વ.૩૦), વનીતાબેન નાગાભાઇ જાડેજા (ઉ.વ.૩૨), શર્મિતાબેન  નર્મદગીરી અપારનાથી (ઉ.વ.૫૦), દક્ષાબેન ગીરીશભાઇ દવે (ઉ.વ.૫૦), ઇલાબેન દિલીપભાઇ રાજશાખા (ઉ.વ.૩૦) જુગાર રમતા ઝડપાઈ ગયા હતા અને પોલીસે જુગાર ના પટ્ટ માંથી  રોકડ રકમ ૧૩,૭૫૦ તેમજ મોબાઇલ નંગ ૮ મળી કુલ રૂ. ૩૧૨૨૦ નો મુદામાલ કબ્જે કરી, કેશોદ ની આઠ જુગારીી મહિલાઓ સામે કેશોદ પોલીસ માં જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.