ઐતિહાસિક રેકોર્ડ તોડતું કેજીએફ ચેપ્ટર-2: OTT પર ઉપલબ્ધ
KGF-2ની રેકોર્ડ બ્રેક બોક્સ ઓફિસની કમાણી થઇ રહી છે તેમજ હવે તે ઓટીટી પ્લેટફોર્મ પર હેવોક મચાવવા જઇ રહ્યું છે. જે વૈશ્ર્વિકસ્તરે રેકોર્ડબ્રેક સાથે પ્રદર્શિત થવાની સંપૂર્ણ સંભાવના રહેલી છે. બાહુબલી, આરઆરઆર વગેરે જેવી ફિલ્મોનો પણ રેકોર્ડબ્રેક કમાણી કરી છે ત્યારે OTTમાં નેટફ્લિક્સ અને એમોઝોન પ્રાઇમ વચ્ચેની હરોળમાં યશની આ ફિલ્મ OTT પર 320 કરોડમાં વેંચાઇ ગઇ છે. જે હાલમાં એમોઝોન પ્રાઇમ પર પ્રિમીયમ કસ્ટમરોને ઉપલબ્ધ છે અને સિકલવ માટે મોટે ભાગે સમાન OTT પ્લેટફોર્મ ઉપલબ્ધ હોય છે.
KGF-2 હવે બોક્સ ઓફિસના રેકોર્ડ હાંસલ કર્યા પછી અન્ય ફિલ્મો જેવી કે દંગલ, આરઆરઆર, બાહુબલી વગેરેને બીટ કરી ગઇ છે. આમ આ સાથે ઓટીટીના પ્લેટફોર્મ પર KGF ચેપ્ટર-2 એ ઐતિહાસિક રેકોર્ડ કરશે તેવી પૂરી સંભાવના છે. 1970ના દાયકા પછી ગોલ્ડન ફિલ્મો આવ્યા બાદ આશરે 100 કરોડના બજેટ હતા પરંતુ હાલની ફિલ્મોએ હજાર કરોડથી પણ વધુ નાણાકીય રીતે સક્ષમ બની છે અને બોલીવુડ ક્ષેત્ર બીજા ફિલ્મી જગતો સાથે ટક્કર આપીને ઘણું આગળ આવી ગયુ છે.
OTT પર 9મી મેથી સામાન્યત: એમોઝોન પ્રાઇમ સિવાય અન્ય OTT ચેનલો પર રીલીઝ થવાની સંભાવના રહેલી છે તેમજ પ્રિમીયમ કસ્ટમર સિવાય ફક્ત જોવા મળતા ટ્રેલરને સંપૂર્ણ ફિલ્મ જોવા પ્રિમીયમ કસ્ટમર બનવું જરૂરી રહેશે.
આમ જૂનું KGFની સરખામણીમાં પણ અત્યારનું KGF ચેપ્ટર-2 જે ફિલ્મી જગતમાં મોટો ચર્ચાનો વિષય બની ગયો છે. જે ખૂબ જ કમાણી કરતું જોવા મળ્યો છે.