Abtak Media Google News

સ્પોર્ટ્સ ન્યુઝ

 

વિરાટ કોહલીએ સેમિફાઈનલ મેચમાં ઈતિહાસ રચી દીધો.માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે.

Images 1 2
King Kohli created ‘Virat’ history

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ODI વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમના ખેલાડી વિરાટ કોહલીએ સેમિફાઈનલ મેચમાં ઈતિહાસ રચી દીધો છે. 

સચિનનો રેકોર્ડ તોડ્યો

Images 1 3
King Kohli created ‘Virat’ history

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ભારત માટે 1996, 2003 અને 2011 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ રમી હતી. વિરાટ કોહલી સચિન કરતા પણ આગળ નીકળી ગયા છે અને ચોથી વખત વર્લ્ડ કપની સેમિફાઈનલ રમવા માટે મેદાન પર ઉતર્યા છે. વિરાટે 2011, 2015 અને 2019માં છેલ્લા ત્રણ વર્લ્ડ કપમાં ભારત માટે સેમિફાઇનલ મેચ રમી હતી. હવે વર્લ્ડ કપ 2023માં ચોથી સેમિફાઈનલ મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.