Abtak Media Google News

૧૦ હજારથી વધુ લોકોને બપોરે અને સાંજે ગરમા ગરમ ભોજન પીરસાય છે: ૧પ હજારથી વધુ રાશન કિટનું વિતરણ: સેવાયજ્ઞમાં ર૦ થી વધુ કાર્યકર્તાઓ જોડાયાં

અરવિંદ રૈયાણી અને તેની ટીમ દ્વારા દરરોજ ૧૦ હજારથી વધુ લોકોને બપોરે તથા સાંજે ગરમા ગરમ અવનવા ભોજન પીરસવામાં આવે છે. આ સેવાયજ્ઞમાં અંદાજે ર૦ થી વધુ કાર્યકર્તાની ટીમ ખડેપગે રહી કામગીરી કરી રહી છે.

Advertisement

સમગ્ર વિશ્ર્વ જયારે કોરોનાની મહામારીના જંગમાં ફસાયું છે ત્યારે આ આફતને પહોંચી વળવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સતત આ અંગે જરુરી પગલા લઇ ગત તા.રર માર્ચથી લઇ ૩ મે સુધી લોકડાઉન જાહેર કરી સરકારી તંત્રને આ જંગમાં વેગવંતુ બનાવ્યું છે.

આ અંતર્ગત વધુ માહીતી આપતા ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીએ જણાવ્યું હતું કે કોરોનાની વધુ અસર પોતાની વિધાનસભામાં આવતા વિસ્તારોમાં વધુ હતી તેને ઘ્યાનમાં લઇ લોકડાઉનનું પણ કડક પાલન થાય અને સાથો સાથ તો લોકોને મુશ્કેલી ન પડે તેવા હેતુથી જરૂરીયાત મંદ લોકો માટે અંદાજે પ હજારથી વધુ રાશન કીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં ઘંઉનો લોટ, ચોખા, દાળ ખીચડી તેલ ખાંડ, ચાની ભૂકી   બટેટા, ડુંગળીની સાથે જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ આપવામાં આવી હતી પરંતુ લોકોને આ ઉપરાંત પુરતા પ્રમાણમાં ભોજન મળી રહે તેવા આશયથી સામા કાંઠા વિસ્તારમાં અંદાજે દરરોજ ૧૦ હજારથીવધુ જરૂરીયાત મંદ પરિવારોને સવાર સાંજ ભોજન પણ આપવામાં આવે છે અને ભોજન પણ દરરોજ અવનવા બનાવવામાં આવે છે

015

ત્યારે આ સેવાયજ્ઞને પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ  ભંડેરી, કમલેશભાઇ મિરાણી, બિનાબેન આચાર્ય, તથા કીશોરભાઇ રાઠોડ દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું આ ભગીરથ કાર્યમાં બાલક હનુમાન મઁદિર ગ્રુપ, ઇમીટેશન માર્કેટ, સીલ્વર એસો. બિલ્ડરો  તથા શુભેચ્છકોનો સહયોગ સાંપડી રહ્યો છે. ત્યારે ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને ટીમને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ભાજપ અગ્રણી અંજલીબેન રૂપાણ, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અગ્રણીઓએ ટેલીફોનીક શુભૈચ્છા પાઠવી હતી.

અંતમાં અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે આ સેવાયજ્ઞ ઉપરાંત શહેરના તમામ પોલીસ સ્ટેશનો પર આધુનિક સેન્સરવાળા સેનીરાઇઝર મશીનો મુકવામાં આવ્યા છે. ત્યારે આ કોરોનાની મહામારીમાં લાંબા ટાઇમ સુધીના લોકડાઉન વાળા સમયને એક સેવા કરવાનો અવસર મળ્યો છે ત્યારે અરવિંદ રૈયાણીના માર્ગદર્શન હેઠળ ટીમના અશોક લુણાગરીયા, પરેશ પીપળીયા, દિલીપ લુણાયરીયા, રમેશ અકબરી, સી.ટી. પટેલ, દિનેશભાઇ પુજા, ભરત રામાણી, હસુભાઇ કેરાળીયા, દેવા ગઢીયા, ભાવેશ દેથરીયા, મુકેશ દુધાત્રા સુરેશ રૈયાણી (એસ.આર.) સોનલબેન ચોવટીયા, કંકુબેન ઉધરેજા તથા સોમનાથ સોસાયટીની ટીમ દ્વારા આ ભગીરથ કાર્યને સફળ બનાવવા જહેમત ઉટાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.