Abtak Media Google News

ઈશાન કિશનની તોફાની બેટિંગ સામે કેકેઆરના બોલરો વામન પુરવાર થયા અને બેટ્સમેનોએ એનાથી પણ ખરાબ પ્રદર્શન કરતા કેકેઆર પાંચમા નંબર પર ધકેલાઈ ગયું.

કોલાકાતા ઇડનગાર્ડનમાં કોલકાતા નાઇટ રાઇડર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં મુંબઈએ ૨૧૧ રનના આપેલા ટાર્ગેટ સામે કોલકાતાની ટીમ ૧૮ ઓવરના અંતે ૧૦૮ રન બનાવી ઓલ આઉટ થઇ ગઈ હતી. કોલકાતા નાઇટ રાઇડની કંગાળ શરૂઆત થઇ હતી. પ્રથમ ઓવરમાં જ મેક્લેગને વિકેટ ઝડપીને ખાતુ ખોલાવ્યું હતું.

Advertisement

જોકે, કોલકાતાના બેટ્સમેનમાંથી લીન અને રાણા સિવાય કોઇ સારુ રમી શક્યું ન હતુ. લીન અને રાણાએ કોલકાતા માટેસૌથી વધુ ૨૧ રન ફટકાર્યા હતા. ઉથ્થપાએ ૧૪, રસેલે ૨, ર્કાતિકેઔપાંચ અને આરકે સિંહે પાંચ રન ફટકાર્યા હતા. અગીયારમી ઓવર વખતે જ કોલકાતાની હાર નિશ્ચિત જોવા મળી હતી.

Sa I Kat 28887Cપિયુષ ચાવલા અને કુરેને લક્ષ્યાંક સુધી પહોંચવા માટે તમામ પ્રયત્નો કર્યા હતા. બીજી તરફ મુંબઈના બોલર હાર્દિક પંડયાએ મહત્ત્વની બે વિકેટ ઝડપીને રાણા અને રસેલને પેવેલિયન તરફનો રસ્તો બતાવ્યો હતો. જ્યારે મેક્લેગને, બુમરાહ, માર્કન્ડે, કુણાલ અને કટિંગે એક-એક વિકેટ ઝડપીને મુંબઈને શાનદાર જીત આપવી હતી.

આ પેહેલા મુંબઈ  ઇન્ડિયન્સના વિકેટકીપર ઇશાન કિશને ૨૧ બોલમાં છ સિક્સર અને પાંચ ફોરની મદદથી ૬૨ રન ફટકાર્યા હતા. તેણે ફક્ત ૧૭ બોલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. તેણે મુંબઈ ઇન્ડિયન્સ વતી સંયુક્ત રીતે ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી ફટકારનાર તરીકેનું નામ અંકિત કરાવી દીધું છે.

Sa I Kat 28946Cએક તબક્કે તેણે કોલકતાના કુલદીપ યાદવના ચાર બોલમાં ચાર સિક્સર ફટકારી હતી. પછીથી તેણે સુનીલ નારાયણના એક બોલમાં પણ છગ્ગો માર્યો હતો, પરંતુ પછીના બોલમાં તે વધુ એક સિક્સર મારવાના પ્રયાસમાં ડીપ સ્ક્વેર લેગ પર ઉથપ્પાના હાથમાં કેચઆઉટ થઈ ગયો હતો.

ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી ઓછા (૧૨) બોલમાં હાફ સેન્ચુરી ફટકારવાનો યુવરાજ સિંહનો વિશ્ર્વવિક્રમ છે. આઇપીએલમાં સૌથી ઝડપી (૧૪ બોલમાં) ફિફ્ટી નોંધાવવાનો કિંગ્સ ઇલેવન પંજાબના લોકેશ રાહુલનો રેકોર્ડ છે. આ જીત સાથે મુંબઈ ઇન્ડિયન્સ ચોથા નંબર પર આવી ગયું છે જયારે કલકત્તા પાંચમા નંબર પર આવી ગયું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.