કુંભ મેળો: આજે પહેલું શાહી સ્નાન, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લગાવી ડૂબકી

તીર્થરાજ પ્રયાગમાં મંગળવારથી 49 દિવસ માટે ચાલનારા કુંભનો સવારે બ્રહ્મમુહૂર્ત પ્રારંભ થયો છે. ગંગાના સંગમ તટ પર શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીના ઝુલુસ સાથે સાધુઓએ 5.15 વાગ્યે શાહી સ્નાન કરી કુંભને ખુલ્લો મુક્યો હતો. મહાનિર્વાણી અખાડાના દેવ ભગવાન કપિદ દેવ અને બાવાઓની આગેવાનીમાં શાહી સ્નાન થયું.

આ સાથે જ શ્રી પંચાયતી અટલ અખાડાના સંત આચાર્ય મહામંડલેશ્વરે શાહી સ્નાન સાથે ગંગામાં ડુબકી લગાવી. આ કુંભ મહાશિવરાત્રી સુધી ચાલશે. અંતિમ શાહી સ્નાન 4 માર્ચે થશે જ્યારે કુંભનું સમાપન થશે.કુંભ મહાપર્વમાં ડૂબકી લગાવવા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પહોંચ્યા હતા. તેઓએ શાહી સ્નાનમાં ડૂબકી લગાવી હતી. આ અંગેની જાણ તેઓએ ટ્વિટ દ્વારા કરી હતી.