Abtak Media Google News
  • રેન્જ રોવર ઇલેક્ટ્રિક માટે ઓર્ડર બુકિંગ ગયા વર્ષે ડિસેમ્બરમાં શરૂ થઇ ગયું હતું.
  • નવી રેન્જ રોવરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી હતી કે તેમાં ઇલેક્ટ્રિક પાવરટ્રેન પણ એડજસ્ટ કરી શકાય.
  • જે 500 bhp કરતાં વધુ પાવર અને લગભગ 1,000 Nm ટોર્ક જનરેટ કરી શકે છે.

Automobile News :ઈલેક્ટ્રિક વાહનો દુનિયાભરમાં લોકપ્રિય થઈ રહી છે. આ જ કારણ છે કે હવે વધુ કાર ની કંપનીઓ EV સેગમેન્ટમાં આવવા લાગી છે. લેન્ડ રોવર પણ ઈવી સ્પેસમાં પ્રવેશવા જઈ રહ્યું છે.

41 ૧ 1

તેની ફ્લેગશિપ SUV – રેન્જ રોવર, 2025માં ઇલેક્ટ્રિક વર્ઝન માં જોવા મળશે છે. લક્ઝરી EV હજુ લોન્ચ થવામાં લગભગ એક વર્ષ બાકી છે પરંતુ લેન્ડ રોવર કહે છે કે તેની પાસે પહેલેથી જ વિશ્વભરમાં 16,000 થી વધુ રસ ધરાવતા ખરીદદારો મોડલની રાહ જોઈ રહ્યા છે.

42 ૧ 1

 

રેન્જ રોવર ઇલેક્ટ્રિક માટે ઓર્ડર બુકિંગ ગયા વર્ષે ડિસેમ્બરમાં શરૂ થઇ ગયું હતું. આ પ્રથમ બેટરી સંચાલિત રેન્જ રોવર હશે. તે હાલના મોડ્યુલર લોન્ગીટ્યુડીનલ આર્કિટેક્ચર (MLA) પર બનાવવામાં આવશે, જેના પર તેના પેટ્રોલ, ડીઝલ અને પ્લગ-ઇન હાઇબ્રિડ વર્ઝન પણ બનાવવામાં આવ્યા છે.

43 ૧

નવી રેન્જ રોવરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી હતી કે તેમાં ઇલેક્ટ્રિક પાવરટ્રેન પણ એડજસ્ટ કરી શકાય. રેન્જ રોવર EV થોડા અલગ તત્વો સાથે લાંબા વ્હીલબેઝ વર્ઝન જેવુ જ જોવા મળશે. મોડેલમાં 800-વોલ્ટ આર્કિટેક્ચરનો ઉપયોગ કરવામાં આવશે, જે SUVને અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરવા સક્ષમ બનાવશે. રેન્જ રોવર ઇલેક્ટ્રિક તેના ICE સમકક્ષ જેટલી જ સક્ષમ હોઈ શકે છે.

૪૬

મોડલ 850 મીમીની વોટર-વેડિંગ ક્ષમતા મેળવી શકે છે. તેની વિશિષ્ટતાઓ હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી પરંતુ એવી અપેક્ષા છે કે 2025 મા રેન્જ રોવર EV બે ઇલેક્ટ્રિક મોટર્સ સાથે આવી શકે છે, જે 500 bhp કરતાં વધુ પાવર અને લગભગ 1,000 Nm ટોર્ક જનરેટ કરી શકે છે.

૪૭

તેમાં ઓલ-વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ જોવા મળશે. વધુ સારા ટ્રેક્શન માટે ટોર્ક વેક્ટરિંગ પણ ઉપલબ્ધ જોવા મળી શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રેન્જ રોવર ઈલેક્ટ્રિક ટૂંક સમયમાં ભારતમાં આવી શકે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.