Abtak Media Google News

વર્ષ 1975 પહેલાના ધારાશાસ્ત્રીઓએ ફોર્મ ભરવા, વર્ષ 1976 થી 2010 સુધી નાએ ધોરણ 10થી લો. યુનિ. સુધીની માર્કશીટ, પાંચ વકીલાતનામા અને 2010 પછીનાએ ફોર્મ સાથે માર્કશીટ રજુ કરવું ફરજીયાત

નિયમોનું પાલન નહી કરનાર એડવોકેટોને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મળવા પાત્ર હકક બંધ: અગાઉ વેરીફીકેશન અને ડેકલેરશન ફોર્મ ભર્યા હોય તેઓએ ફોર્મ ભરવાનું રહેતું નથી

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના વર્ષ 2015 રૂલ્સ મુજબ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના રોલ પર વર્ષ 1975 થી આજ સુધી નોંધાયેલા ધારાશાસ્ત્રીઓએ વેરીફેકેશન ફોર્મ ભરવા બાર કાઉન્સીલ આફ ગુજરાતની મળેલી બેેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ફોર્મ નહી ભરનાર એડવોકેટોને બી.સી.જી. તરફથી મળતા હકક અને અધિકાર બંધ કરવામાં આવશે તેમજ જે ધારાશાસ્ત્રીઓએ અગાઉ પ્રેકટીસ વેરીફીકેશન ડેકલેરેશ ફોર્મ ભર્યુ હોય તેઓએ ફોર્મ ભરવાનું રહેતું નથી.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રોલ પર નોંધાયેલા કોઇપણ ધારાશાસ્ત્રી ખરેખર પ્રેક્ટીસમાં છે કે નહિં અને તેઓએ પ્રાપ્ત કરેલી અભ્યાસની ડીગ્રીની ચકાસણી કરવા માટે આ નિયમ બનાવવામાં આવેલો છે. બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા વેરીફિકેશનના નિયમોનું પાલન કરનાર ધારાશાસ્ત્રીને જ સ્ટેટ બાર કાઉન્સિલ તરફથી મળતા હક્કો અને અધિકારો મેળવવાપાત્ર રહે છે તેમ ઠરાવવવામાં આવેલું અને તેવા જ ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચુંટણીમાં સને 2018માં મતદાનનો અધિકાર આપવામાં આવેલો છે.

બીસીઆઇ દ્વારા વર્ષ-1975 પહેલા નોંધાયેલા વકીલોએ માત્ર ફોર્મ ભરવાના છે. જ્યારે વર્ષ-1976થી 2010 સુધીના વકીલોએ ફોર્મ સાથે ધો.10 થી લો-કોલેજ સુધીની તમામ માર્કશીટ અને પાંચ વકીલાતનામા સાથે જોડવા ફરજિયાત છે. તેમજ વર્ષ-2010 પછી જે એડવોકેટએ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ પાસ કરેલ હોય તેવા વકીલોએ ફોર્મ સાથે માર્કશીટ રજૂ કરવાની રહેશે.

વર્તમાન સમયમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ધ્યાન પર આવેલું કે હાલ સ્ટેટ બાર કાઉન્સીલના રોલ પર 113719 વકીલો નોંધાયેલા છે. તેમાંથી 2010 સુધીમાં 64043 વકીલો નોંધાયેલા છે. 2010 પછીના 49676 વકીલો નોંધાયેલા છે. માત્ર 31549 ફોર્મ ભરેલા છે. આશરે 40 ટકા વકીલોએ બાર એક્ઝામ પાસ કર્યા પછી ભરવા પાત્ર ફોર્મ માર્કશીટ સાથે ભરેલી નથી. તેવા વકીલોએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રેકર્ડ પર હોવા છતાં પણ પોતાના તમામ હક્કથી વંચિત રહેશે.

જેથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની એક્ઝિક્યુટીવ કમિટિના ચેરમેન સી.કે. પટેલ, સભ્ય અનિલ કૈલા અને કિશોરકુમાર ત્રિવેદીની ઉ5સ્થિતિમાં મળેલી બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે. દિવસ 90માં સંપૂર્ણ વિગતો સાથે ફોર્મ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઓફિસે નિયમનુસાર ફી સાથે મોકલી આપવા તાકીદ કરી છે. જ્યારે જે વકીલોએ અગાઉ પ્રેક્ટીસ વેરિફીકેશન ફોર્મ કે ડેકલેરેશન ફોર્મ ભરેલું હોય તેઓએ આ ફોર્મ ભરવાનું રહેતુ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.