Abtak Media Google News

રાજકોટ જિલ્લાનાં લોધીકામાં સરકારી હોસ્પિટલના પાછળની ખરાબામાંથી તાજુ જન્મેલ નવજાત શિશુ મળી આવતા અરેરાટી વ્યાપી હતી અને બાળકી જીવીત હોવાથી તેને પ્રથમ સારવાર માટે લોધીકા બાદ રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીની માતાની ઓળખ મળતા તેને પૂછતાછ કરતા જણાયું હતુકે તેને બાળકીને મૃત સમજીને ત્યજી દીધી હતી અને બાળકી સાથે માતાની તબીયત લથડતા તેને પણ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જનેતાની તબીયત ઠીક થતા વધુ પૂછતાછ હાથ ધરવામાં આવશે.

મૃત્યુ થયું હોવાનું સમજી ત્યજી દીધાનું પરિવારજનોનું રટણ

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ લોધીકા સરકારી હોસ્પિટલના પાછળનાં ખરાબામાંથી તાજી જન્મેલી બાળકી જીવીત મળી આવતા હોસ્પિટલનાં સ્ટાફે પોલીસને જાણ કરી બાળકીને સારવારમાં ખસેડવામાં આવી હતી. અને તેણીને વધુ સારવાર માટે રાજકોટ કે.ટી.ચીલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. આ અંગે પી.એસ.આઈ. ધાધલે ડોકટરની પુછતાછ કરતા જાણવા મળ્યું હતુ કે એક યુવતી પ્રસુતિ સાથે આવી હોવાનું બહાર આવ્યું હતુ.

યુવતી તેના ફઈ-ફુવા સાથે આવ્યાનું જાણવા મળ્યું હતુ વધુ વિગતમાં સગર્ભાએ આ દીકરીને જન્મ આપ્યો હતો. અને તેણીને મૃત સમજીને પરિવારજનોએ બાળકીને હોસ્પિટલનાં પાછળના ખરાબામાં ત્યજીને ચાલ્યા ગયા હતા પણ બાળકી જીવીત નીકળતા તેને સારવારમાં ખસેડી જનેતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો ને જનેતાની તબીયત લથડતા તેણીને પણ સારવારમાં ખસેડવામાં આવી છે. વધુ તપાસ માતાની તબીયત સારી થતા તેની પૂછતાછ કરીને જાણવામાં આવશે. કે યુવતી પરણીત છે કે નહી અને મૃત સમજીને ત્યજી દીધી તે વાત કેટલી સાચી છે. તે પૂછતાછ બાદ સાચુ તથ્ય જાણવા મળશે. તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.