Abtak Media Google News

અબતક ચેનલ દ્વારા પ્રસ્તુત કલા રસીક શ્રોતાઓનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’ માં રજુ થતાં કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર-ગુજરાત દેશ અને વિદેશમા વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરેલ છે.

આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબ જ સારા પરંતુ અપ્રચલીત કલાકારોને પોતાની કલાને લોકો સુધી પહોચાડવા  માટેનું એક પ્લેટફોર્મ પુરૂ પાડયા ‘અબતક’ ચેનલનો પ્રયાસ રહ્યો છે. ‘ચાલને જીવી લઇએ’ કાર્યક્રમમાં આજે સાગર મેસવાણીયાના કંઠે ગવાયેલા લોકગીતો,સંતવાણી ભજનો વગેરેની મોજ માણવાની છે. તો આવો આ કલાકારને જાણીએ. ‘ચાલને જીવી લઇએ’ આજના કાર્યક્રમમાં સંતવાણીના આરાધક કલાકાર સાગરદાન મેસવાણીયા કે જેઓને નાનપણથી જ ભજન સાથે લગાવ હતો. ઘરમાં પ્રાચિન સંતવાણીનું વાતાવરણ હોય દાદા ગોવિંદરામબાપુ કે જેઓ રામસાગર વગાડી દેશી ભજનો રજુ કરતા તેમજ પિતા જયંંતિલાલ બાપુ ભજનના આરાધક હોઇ પહેલેથી જ સંતવાણીનો મહાવરો ખરો… જેથી માત્ર ૭ વર્ષની ઉમરથી જ સંતવાણી અથવા લોકડાયરાના કાર્યક્રમોમાં સાગરભાઇ આગવી છટ્ટાથી રજુ કરે ત્યારે શ્રોતાઓમાં સોપો પડી જતો. કોલેજમાં યોજાતા યુથ ફેસ્ટીબલની ભજન સ્પર્ધામાં સતત ત્રણ વખત પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી હેટ્રીક કરી હતી. ગુરૂ સ્વ. ચંદ્રકાંત જેઠવા તેમજ અર્જુનલાલ હિરાણી કોલેજ પ્રોફીસર ડો. જયભાઇ સેવક તેમજ ડો. કુમારભાઇ પંડયાના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. પ્રખર રામાયણી સંત મોરારીબાપુ તથા ઘાટવડ ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતીબાપુ, શેરનાથજી બાપુ જેવા સંતોના સાનિઘ્યમાં પોતાની કલાને પીરસનાર સાગરભાઇ મેસવાણીયાને આજે આપણે માણીએ તો જોવાનું ચુકશો નહી ‘ચાલને જીવી લઇએ’

કલાકારો

  • કલાકાર:- સાગર મેસવાણીયા
  • ડીરેકટર એન્કર:- પ્રિત ગોસ્વામી
  • તબલા:- મહેશ ત્રિવેદી
  • પેડ:- કેયુર બુઘ્ધદેવ
  • કી બોર્ડ :- પ્રશાંત સરપદડિયા
  • સાઉન્ડ :- વાયબ્રેશન સાઉન્ડ – અનંત ચૌહાણ

આજે પ્રસ્તુત થનારી સુમધુર કૃતિઓ

  • * હરિહરાની મરજી….
  • * સાધુ તારો સંગડો…..
  • * દીખે દરિયાવ કી લહેર….
  • * સાત સુરોકા બહેતા દરિયા….
  • * જેને મા સોનલ ચારણોની….
  • * હરિગુન ગાના ગુરૂ….
  • * અજબ આ જગત છે….
  • * નંદ બાવાને માતા યશોદાજી….
  • * મારા કાનુડાના બાગમાં….
  • * ગોવાળીયો કાનુડો મોરલી…..
  • * વાદલડી વરસી રે….

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.