Abtak Media Google News

રૂદ્રાક્ષ, બ્રેસલેટ, અમેરિકન ડાયમંડ, લૂંબા, ફલાવરી, સ્વસ્તિક અથવા ૐ, ચાંદીની, ગોલ્ડન, મોતી રંગોળી, લટકણ, ચુડા વગેરે રાખડીઓ ભાઇઓના કાંડાની શોભા વધારે છે

ભાઇ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતિકનું પર્વ એટલે રક્ષાબંધન, રક્ષાબંધનના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં મળતી વિવિધ પ્રકારની રાખડીઓમાંથી પસંદ કરીને ‘વીરાને રક્ષા સૂત્ર’ બાંધવાની અનેરી પરંપરાને નિભાવીએ, પહેલાના જમાનામાં સૂતરનો દોરો, વિવિધ રંગબેરંગી ઉનમાંથી ફૂલો બનાવીને અથવા તો નાડાછડી બાંધીને બહેનો ભાઇ પ્રત્યેની લાગણી વ્યકત કરતી હતી. પરંતુ આજે બજારમાં રાખડીમાં વિવિધતા જોવા મળે છે. જેમાં કુલ 13 પ્રકારની રાખડીઓ ભાઇના કાંડાની શોભા બને છે. તો ચાલો રાખડીના મનમોહક એવા 13 પ્રકારો કયા કયા છે તે જાણીએ.

(1) રૂદ્રાક્ષ રાખી:- મોતી અથવા અન્ય સજાવટ સાથે લાગેલા રૂદ્રાક્ષમાંથી બનાવેલી રાખડી ખૂબ સૃુંદર અને આકર્ષક હોય છે.

(ર) બ્રેસલેટ રાખી:- આ રાખડી બ્રેસલેટ જેવી હોય છે જેને મીનો, ડાયમંડ, મોતીની શોભા દ્વારા તૈયાર કરવામાં આવે છે.

(3) અમેરિકન ડાયમંડ રાખી:- ચાંદીની પટ્ટી અથવા અન્ય આર્ટીફીશીયલ ઘાતુની પટ્ટી વડે તૈયાર કરાયેલી આ રાખડીમાં અમેરિકન ડાયમંડની શોભા અનેરી હોય છે.

(4) લૂંબા રાખડી:- આ એક પારંપરીક રાખડી છે જે જૂમર આકારની હોય છે. તેમાં મોતી વડે એક સેર બનાવવામાં આવે છે. અનય એક ગોલ રોલ પર નાના નાના મીણા અથવા અન્ય સજાવટ ચીપકાવવામાં આવે છે. વિવિધ પ્રકારની સજાવટથી બનાવાયેલી આ રાખડી અત્યંત મનમોહક દેખાય છે.

(પ) ફૂલોની રાખડી:- એક પાકા રેશમી રંગીન તાતણા પર વેલવેટ અથવા ફોમના સુંદર ડિઝાઇનયુકત ફૂલો તૈયાર કરીને તેના પર ચિપકાવવામાં આવે છે અને એ ફૂલોની આજુબાજુ રેશમના તારમાં રંગબેરંગી મોતી પરોવવામાં આવે છે.

(6) સ્વસ્તિક અથવા ૐની રાખડી:- એક પાકકા રેશમી રંગીન અને ડિઝાઇનર દોરી પર પ્લાસ્ટીક અથવા વેલવેટથી ૐ અથવા સ્વસ્તિક લગાવવામાં આવે છે. ડિઝાઇનર અને મનમોહક આ રાખડી પર સૌ કોઇનું ઘ્યાન આકર્ષિક થાય છે.

(7) ચાંદીની રાખડી:- ચાંદીની ચેન વચ્ચે ચાંદીનું ફૂલ અથવા અન્ય ડિઝાઇનમાંથી બનાવવામાં આવેલી આ રાખડીની મુખ્ય શોખા ચાંદી છે.

(8) ગોલ્ડન રાખડી:- ચાંદીની જેમ જ ગોલ્ડ રાખડી પણ વિવિધ ડિઝાઇનોમાં તૈયાર કરવામાં આવે છે. કુંદનની રાખડી પણ કાંડાની અનેરી શોભા વધારે છે. આ રાખડીને રંગીન પથ્થરો અને મોતી વડે સજાવવામાં આવે છે.

(9) મોતીની રાખડી:- એક પાકા રેશમી અથવા હીરના તાંતણામાં મોતીને પરોવીને બનાવાયેલી રાખડી બહેનોને ખૂબ પસંદ આવે છે.

(10) રંગોળી રાખડી:- રેશમી રંગીન અને ડિઝાઇનર હીરના દોરા પર વિવિધ રંગોળીના આકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. આ રાખડીને ડિઝાઇનર રાખડી તરીકે પણ ઓળખવામાં આવે છે.

(11) લટકણ રાખી:- મહિલાઓ માથા પર ટીકો લગાવે છે અથવા કાનના જુમકા જેવી આ રાખડી અલગ અલગ રંગબેરંગી પાંચ મોતી પરોવીને તૈયાર કરવામાં આવે છે. આ દરેક દોરીમાં એક મોટું મોતી પરોવવામાં આવે છે તથા દરેક મોતીઓની આસપાસ મખમલી ફૂલો તૈયાર કરીને બનાવાયેલી આ રાખડી અત્યંત આકર્ષક અને મનમોહક લાગે છે.

(1ર) ચૂડા રાખડી:- આ રાખડી વધારે પડતી રાજસ્થાનની બહેનો વધુ પસંદ કરે છે. આ રાખડી એક બંગડી અથવા કડા જેવી હોય છે. જેમાંથી એક રેશમની ડિઝાઇનર દોરી બાંધવા માટે બનાવવામાં આવે છે.

(13) ફૂંદા રાખડી:- રંગબેરંગી રેશમી તારમાં બનાવાયેલી આ રાખડી પર વિવિધ સ્ટોન અથવા ડાયમંડ કાં તો અન્ય સજાવટ વડે ફૂલ તથા અન્ય કોઇ ડિઝાઇન તૈયાર કરીને બનાવવામાં આવેલી સિમ્પલ રાખડીનો એક પ્રકાર છે.

આમ, રાખડીના મુખ્ય 13 પ્રકાર સિવાય અન્ય ડિઝાઇનરની રાખડીઓ પણ હવે તો બજારમાં જોવા મળે છે.  તેમાં પણ આ વર્ષે કોરોના કાળમાં વિવિધ જાણકારી અને વેકસીનનો સંદેશો આપતી રાખડીઓનો ક્રેઝ જોવા મળે છે.

એ સિવાય બાળકોમાં કાર્ટુન રાખી, ભગવાનના  ચિત્રોથી સજાવાયેલી રાખડી, સાંઇ, જરદોશી, મીનાકારી, મોર ડિઝાઇનની, ચંદન રાખડી, મૌલી, કાચબા, કૃષ્ણ એક ઓમકાર સતનામ રાખડી, ખાંડા વગેરે રાખડીઓ ભાઇના કાંડાની શોભા વધારે છે.

16 સંસ્કાર પૈકીનો એક ઉપનયન સંસ્કાર : જનોઈ શું છે ? તેનું મહત્ત્વ, પરંપરા અને રહસ્ય જનોઈમાં ત્રણ સૂત્રો શા માટે ? તથા તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ

જનોઈ આ વિષય અનેકોનેક ધાર્મિક  પરંપરા સંકળાયેલી છે . જનોઈ શું છે ? તેનું મહત્વ ? એ બાબતે જાણીએ તોે  જનોઈ  શું છે ?

હવે ઘણા લોકોના ખંભાની ડાબી બાજુની તરફ કાચો દોરો શરીર પર વીટેલી  હોય કે જેને જનોઈ કહેવાય, સામાન્ય રીતે આ જાણકારી બધાને હોય છે , પણ વધુમો જનોઈ ત્રણ  દોરા વાળી એક સૂત્ર છે . જનોઈને સંસ્કૃતમાં યજ્ઞો પવિત્ર ” કહેવાય , જનોઈ એ સુતરમાંથી બનેલું એક પવિત્ર દોરો છે જેને વ્યક્તિ ડાબી બાજુની ખેંભાની ઉપર અને જમણી બાજુ ની રે પહેરે છે.

 ત્રણ સુત્રો શા માટે ?

જનોઈમાં ત્રણ દોરા હોય છે . કે ત્રણ સૂત્રો દેવઋણ , પિતૃઋણ અને ઋષિમણનું પ્રતિક છે . જે સત્ય , રજ અને તેમનું પ્રતિક છે તેમજ ગાયત્રી મંત્રની ત્રણ ચરણોનું પ્રતીક પણ છે , ખબર ન હોય તો જણાવી દઈએ કે એમાં નવ તાર હોય છે . મિત્રો , યશ પવિત્રના એક એક તારમાં ત્રણ ત્રણ તાર હોય છે . આ રીતને નવ તારોની સંખ્યા હોય છે એક મુખ અને બે નાસિકા , બે આંખ , બે કાન મળ અને મૂત્રના બે દ્વાર મળીને કુલ નવ હોય છે તેમજ તેમાં પાંચ ગાંઠ હોય છે જે બ્રહ્મ ધર્મ , ધર્મ, અર્થ , કામ અને મોક્ષ ના પ્રતિક છે , જે પાંચ યનો પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મોનાં પ્રતીક હોય છે.

શાસ્ત્રો અનુસાર વૈદિક ધર્મના દરેક આર્યોનું કર્તવ્ય છે જનોઈ પહેરવી અને તેના નિયમો પાળવા , દરેક આર્ય (હિન્દુ) જનોઈ પહેરી શકે પણ તેનું પાલન અવશ્ય જરૂરી જનોઈ ધારણ કર્યા પછી જ દ્વિજ બાળકને યજ્ઞ અને સ્વાધ્યાયનો અધિકાર પ્રાપ્ત થાય છે , દ્વિજ એટલે બીજો જન્મ.

જનોઈ લંબાઈ સાઈજ ની વાત કરીએ તો તેની લંબાઈ 96 અંગુલ હોય છે , જેનો અર્થ જનોઈ ધારણ કરનારે 64 કળાઓ અને 32 વિધ્યાઓ શીખવા પ્રયત્નશીલ થવું જોઈએ, 4 વેદ, 4 ઉપનિષદ, 6 અંગ , 6 દર્શન , 3 સૂત્ર ગ્રંથ , 9 અરણ્ય મળીને કુલ 32 વિધ્યાઓ થાય છે 64 કળાઓની વાત કરીએતો વાસ્તુ નિર્માણ, સાહિત્ય કલા . હસ્ત કલા , ભાષા , વ્યંજન કલા ચિત્ર કલા યંત્ર નિર્માણ, સિલાઈ, કડાઈ, વણાટ, હસ્ત કલા , જવેરી બનાવનાર ,  કૃષિ, જ્ઞાન જેવી  બીજી અનેક કળાઓનો સમાવેશ થાય છે.

જનોઈનાં નિયમો: – જનોઈને મળ – મૂત્ર વિસર્જન પહેલા જમણા કાન પર ચડાવી લેવી, હાથ સ્વસ્થ કરીને ઉતારવી, જનોઈનો કોઈ તાર તૂટી જાય કે ગંદા થઈ જાય, જન્મ મૃત્યુના સૂતક પછી પણ બદલવાની પરંપરા છે . શરીર પરથી ન ઉતરવી જોઈએ . તેમજ તેમાં ચાવી કે અન્ય વસ્તુ ન બાંધવી . બાળક સમજુ થાય તે બાદ જ યજ્ઞો પવિત્ર ધારણ કરવી યોગ્ય છે.

વૈજ્ઞાનિક મહત્વ અનોન્ય:-  મેડિકલી વાત કરીએ તો માનવીને ડાબા કાનની નસો અંડકોષ અને ગુખેન્દ્રીઑ સાથે જોડાયેલી હોય છે . એટલે કે મૂત્ર સમયે ડાબા કાન પર જનોઈ લપેટીને શુક્રાણુનું રક્ષણ થાય છે . વારંવાર ખરાબ સપના કે વિચારો જનોઈ ધારણ કરવાથી મુક્તિ મળી શકે છે . તેમજ કાનમાં જનોઈ લપેટવાથી માણસની સૂર્ય નાડી મગ્ધ થાય છે , તેમજ પેટ સંબંધી બીમારી કે લોહીના દબાણની સમસ્યાથી પણ રક્ષીત છે . તેમજ શરીરના પાછળના ભાગમાં પીઠ પર જતી એક કુદરતી રેખા જે વિધ્યુંત પ્રવાહ જેવુ કામ કરે છે. જે જમણા ખંભાથી લઈને કમર સુધી આપેલી છે. જે જનોઈને કારણે નિયંત્રિત રહે છે. અને કામ , ક્રોધ , પર નિયંત્રણ રહે છે . સામાન્ય રીતે જનોઈ ધારણથી શારીરિક , માનસિક પવિત્રતાનો ચોક્કસ અનુભવ થાય . ખરાબ કાર્યથી મન પણ બચે છે.

જનોઈ બ્રાહ્મણોનું આભૂષણ શા માટે ?

જનોઈ માટે અનેકો નેક ધાર્મિક, સાંસ્કૃતિક માન્યતાઓ જોડાયેલી છે . સામાન્ય રીતે અગાઉ કરી તેમ કોઈ પણ હિન્દુ જનોઈ ધારણ કરી શકતો પણ તેના નીતિ નિયમો પાળવા અત્યંત કઠિન અને ધર્મ શુ સંગત છે. જે અન્યથા આજે બ્રાહ્મણો જ જનોઈ ધારણ કરે છે . અને આજે બ્રાહ્મણોના આભૂષણ તરીકે જનોઈ કહેવાય છે . ભૂદેવ માટે 16 સંસ્કાર જરૂરી છે . તેમાંનો એક ઉપનયન સંસ્કાર મહત્વનો છે . ઉપનયન કે જનોઈ એ બ્રાહ્મણ માટે દિક્ષા સંસ્કાર છે . બ્રાહ્મણને દ્વિજ પણ કહેવાય , જેનો બે વખત જન્મ થાય છે . તે જનોઈ સંસ્કાર દ્વારા થતો બીજો જન્મ તે આધ્યાત્મિક જન્મ છે . જેનાથી બ્રાહ્મણનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે . યજ્ઞ પવિત્ર એટલે યક્ષ + ઉપવતી = યજ્ઞને પ્રાપ્ત કરનાર ઉપ નયન એટલે ઊધર્વગામી ક્રિયા જનોઈએ ગાયત્રી મંત્રની દિક્ષા છે. ગાયત્રી મંત્ર વિનાની જનોઈએ મુર્તિ વિનાના મંદિર જેવું છે. પ્રાચીન કાળમાં ઉપનયન સંસ્કાર પછી ગુરુકુળમાં પ્રવેશ થતો. યજ્ઞનો પવિત્ર સંસ્કાર 5 માં કે 7 માં વર્ષે કરવો શ્રેષ્ઠ છે . જનોેયને કારણે મનનીય સ્થીતી પણ તેજોમય રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.