Abtak Media Google News

રશિયાના દાગેસ્તાનમાં આવેલા એક ચર્ચમાં અજાણ્યા વ્યક્તિએ આડેધડ ફાયરિંગ કરતા પાંચ મહિલાઓના જીવ ગયા છે. સ્થાનિક મીડિયા અને અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ હુમલો ઈસ્લામિક આતંકી (ISIS) દ્વારા કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં મુસ્લિમોની સંખ્યા વધારે છે અને આ હુમલો સ્થાનિક વ્યક્તિ દ્વારા જ કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, આરોપીએ શિકાર કરવાની બંદૂકથી ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ચાર મહિલાઓ ગંભીર રીતે ઘાયલ હોવાનું પણ જાણવા મળ્યું છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.