Abtak Media Google News

કોરોના મહામારીના પગલે ૧પ  ઓગસ્ટ સુધી શાળા બંધ છે ત્યારે તમારા સંતાનોને ઘેર બેઠા એવી પ્રવૃતિ કરાવો જેથી તેને જ્ઞાન સાથે ગમ્મત મળે, તમે જ બનો તમારા સંતાનોના ‘ટીચર’

બાળકનાં સર્ંવાગી વિકાસમાં શાળા સંકુલની સાથે મા-બાપ પરિવારની મહત્વની ભૂમિકા છે. માર્ચથી શાળા બંધ છે અને તે હજી ૧પ ઓગસ્ટ પહેલા ખુલવાની નથી. ત્યારે હવે શિક્ષકોની સાથે મા-બાપની પણ જવાબદારી વિશેષ થઇ છે. બાળકને ભણાવવાનો નથી તેને ભણતો કરવાનો છે. શિક્ષણમાં સ્વઅઘ્યનનું વિશેષ મહત્વ છે. બાળકોને અનુભવજન્ય શિક્ષણ સૌથી શ્રેષ્ઠ પઘ્ધતિ છે. જેમાં બાળકોને જલ્દી યાદ રહી જાય છે.

નર્સરી લોઅર કેજી કે એલ.કે.જી. પ્રારંભિક શિક્ષણ છે. બંધારણની મફત ફરજીયાત શિક્ષણ પાંચ વર્ષ પૂર્ણ થયેથી ધો.૧ માં પ્રવેશ મળે છે. ધો. ૧ થી ૪ ત્થા પ થી ૮ બાદમાં હાઇસ્કુલમાં ધો.૯ થી ૧૦ અને ૧૧-૧ર હાયર સેક્ધડરીનું શિક્ષણ મેળવે છે. શિક્ષણની તમામ પઘ્ધતિમાં પ્રવૃતિ દ્વારા શિક્ષણનું વિશેષ મહત્વ છે.

બાળકોને રસ-રૂચિ વલણો આધારિત શિક્ષણ મળે તો તેમનો રસ જળવાય રહે છે. શિક્ષણમાં અલગ અલગ પઘ્ધતિઓ છે જેમ કે વાર્તા ચિત્ર સંગીત, નાટય, સંવાદ જેવી પઘ્ધતિનો અમલ કરવો જરુરી છે. ઓનલાઇનમાં આ મહાવરો આપી શકાતો નથી. આમેય બાળક તેના આસપાસના પર્યાવરણમાંથી સૌથી વધુ શીખે છે. પ્રવૃતિ દ્વારા જ્ઞાન મેળવીને બાળકો ‘પ્રજ્ઞા’બને છે.

બાળકોને વિવિધ પ્રવૃતિમાં તમારા ઘેર જ કરાવીને તેને શિક્ષણ સાથે જોડી શકો છો, એમાં રંગપૂરણી, ચિત્રના તૈયાર નમુના, ટપકાં જોડો, ટેસ્ટ પેપર્સ, લેખન મહાવરો, સામાન્ય અંગ્રેજી, બાળ રમતો, કાગળ કામ, જોડકણા, ચિટક કામ અને ગડી કામ જેવુ પ્રવૃતિ કરાવી શકો છો.

તમારા સંતાનોને નાની-મોટી સંકલ્પના સિઘ્ધ કરાવો જેમાં જાડું પાતળુ, ગરમ, ઠંડુ, પાસે- દુર નાનું- મોટું ઉપર-નીચે સાથે તમારા જ લાડકુ જેવા પૃથ્થકરણ કરીને વસ્તુને અલગ તારવો, ઇનડોર- આઉટ ડોર ગેઇમ્સ દ્વારા પણ તમો બાળકોમાં ખેલદીલી એકાગ્રતા વિગેરે ગુણોનું સિંચન કરી શકો છે.

પ્રારંભે વાંચન, ગણન, લેખન પર ભાર મૂકવો જરૂરી છે. સાદા શબ્દો, વાકયો ફકરો, ઘડિયા, સારા અક્ષરે શ્રૃતલેખન, સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર સંખ્યા નથી ૧૦૦૦ ની જેવી વિવિધ શિક્ષણની બાબતો હવે તમારે ઘેર જ કરાવી લેવી જેથી શાળા શરૂ થયે બાળકોને મુશ્કેલી ના પડે,  તેમની ગમતી કલાઓમાં પ્રોત્સાહન આપવું, આજકાલ તો બધા ધોરણના પુસ્તકો વિડિયોમાં ઉપલબ્ધ છે. ત્યારે બાળકોને એ બતાવવા, મનોવિજ્ઞાન કહે છે કે બાળકને જોઇને ૮૦ ટકા ઉપર યાદ રહી જાય છે. બાળક પોતે પોતાનો પરિચય આપે, સગા-સ્નેહી, પરિવારના નામ નોંધ કરે સાથે શબ્દોની અંતાક્ષરી રમે તો ઘણું બધું રમતા રમતા શીખી જશે.

પર્યાવરણમાં તમો આંગણના પક્ષી, જંગલનાં પશુ પ્રાણીઓ, પાણીમાં રહેતા પ્રાણીઓ, સુટેવો- કુટેવો વિગેરેની યાદી કરાવો  બાળક નોંધતો જાય તે તમો ત્રણ-ચાર દિવસે ટેસ્ટ લઇ લો આમ કરવાથી બાળકને ભણતરનો ભાર નહી લાગે, મૃત-અમૃત વસ્તુઓના માઘ્યમથી તમારા બાળકોને ગણન પ્રક્રિયા કરાવો, ચિત્ર વાર્તા ઉપરથી બાળક પોતે જે જોવે છે. એ બોલે ને લખે જેથી તેનો વિકાસ થશે શિક્ષણમાં બાળક પ્રથમ જોવો બાદમાં વિચારે ને લખે આ પઘ્ધતિથી તેનો સર્ંવાગી વિકાસ થશે. જુવે પવર્તમાન સંજોગોમાં દરેક મા-બાપે કે પરિવારે આગામી ત્રણ માસ આ કામ કરવું જ પડશે. મા-બાપ ભણેલા ન હોય તો પરિવારમાં ઉપલા ધોરણમાં ભણતા ભાઇ-બેન પણ આ કામ કરી શકશે. બાળક બાળક દ્વારા વધુ ઝડપથી શીખે છે. હવેતો તમારા સંતાનોના તમે જ ટીચર બનો !?

વાંચન-લેખન -ગણનનો મહાવરો

તમારા સંતાનને જે તે ધોરણવાઇઝ વાંચન, ગણન તથા લેખન નો મહાવરો કરાવો જેથી તે કોર્ષ આધારીત પ્રશ્ર્નોને સરળતાથી સમજી શકશે. આરોહ, અવરોહથી સુ વાંચન કરવાથી તેની યાદ શકિત સાથે સમજ શકિત વધશે, ગણનમાં દ્રઢિકરણ સૌથી મહત્વનું છે. સરળ શૈલીની ગણતરી નિયમિત કરાવવી, લેખનમાં દરરોજ નિયમિત ગુજરાત, અંગ્રેજી, હિન્દી એમ ત્રણેય ભાષામાં દશ પંદર લાઇન  લેખન કરવાથી તેના અક્ષરો કલ્પના શકિત વિકસશે બાળકનાં સર્ંવાગી વિકાસ માટે આ ત્રણ પાસા શિક્ષણ માટે મહત્વનાં છે. જે તમે તેને ઘેર નિયમિત કરાવી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.