• કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની પારેવડી ચોકથી શહેર ભાજપના ચૂંટણી કાર્યાલય સુધી વિશાલ રેલી : કાર્યકરોનો સેલાબ

Rajkot News : સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગત શનિવારે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 195 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે. રાજકોટ લોકસભા બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે. ઉમેદવાર જાહેર કરાયા બાદ આજે પ્રથમવાર રાજકોટ પધારેલા રૂપાલાનું શહેર ભાજપ દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યુ હતું.

road show

 

ભવ્ય સ્વાગત

લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા રાજકોટ બેઠક પરથી ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાના નામની ઘોષણા કરી છે. શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળે રહ્યો છે. સૌરાષ્ટ્રની તમામ બેઠકો પૈકી રાજકોટ લોકસભા બેઠક પરથી પરસોત્તમભાઈ રૂપાલાને રેકોર્ડબ્રેક લીડથી જીતાડવા કાર્યકરો અત્યારથી જ ખબે ખભા મિલાવી કામ કરી રહ્યા છે.ઉમેદવાર જાહેર કરાયા બાદ આજે સવારે 10 કલાકે પરસોતમભાઈ રૂપાલા પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવી આવ્યા છે. તેઓ અમદાવાદથી બાય રોડ રાજકોટ આવી પહોંચ્યા હતા. પારેવડી ચોક ખાતે શહેર ભાજપના હજંજારો કાર્યકર્તાઓ પોતાના લોકલાડીલાનેતા અને ઉમેદવારને ફુલડે વધાવ્યા હતા. ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.સાથોસાથ આતશબાજી પણ કરવામાં આવી હતી. પારેવડી ચોકથી 150 ફૂટ રીંગ રોડ સ્થિત શહેર ભાજપના લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલય સુધી એક વિશાળ રેલીનું પણ યોજાઈ હતી.

rupala

ચૂંટણી પ્રચારનો પ્રારંભ

અત્રે ઉલ્લેખનીય છે કે આજથી જ ભાજપ દ્વારા રાજકોટ લોકસભા બેઠક માટે ચૂંટણી પ્રચારનો આરંભ કરી દેવામાં આવ્યો છે. હજી ચૂંટણીની તારીખોનું પણ એલાન પણ નથી થયું ત્યાં ભાજપ દ્વારા જે રીતે ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે તે બતાવે છે કે જીત માટે પક્ષ કેટલો નિશ્ચિત છે. પોતાના કાર્યકરો

ને પણ પ્રચાર પ્રસારની કામગીરીમાં લાગી જવા મોવડી મંડળ દ્રારા તાકીદ કરવામાં આવી છે. બુધવારે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા પત્રકાર પરિષદને પણ સંબોધે તેવી શક્યતા હાલ જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.