Abtak Media Google News

8 વર્ષ બાદ 30મી સુધીમાં ચાર્જશીટ રજૂ કરી દેશે સીબીઆઈ

મધ્યપ્રદેશ સરકારે સીબીઆઈને પૂર્વ-મેડિકલ ટેસ્ટ-2013 સંબંધિત વ્યાપમ કૌભાંડમાં કથિત ભૂમિકા માટે રાજ્યના તબીબી શિક્ષણ વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટર અને સંયુક્ત નિયામક સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે.

મધ્યપ્રદેશ સરકારે છૂટ આપ્યા બાદ સીબીઆઈના અધિકારીઓનું કહેવું છે કે, વ્યાપમ કૌભાંડની તેમની તપાસનો આ અંત હશે. સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય વિજિલન્સ આયોગના પત્ર પછી જ રાજ્ય સરકારે તેમના પ્રતિબંધો જાહેર કર્યા હતા, અને ઉમેર્યું હતું કે 30 ડિસેમ્બર પહેલા ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

પીએમટી 2012 કૌભાંડમાં સીબીઆઈએ 500 થી વધુ લોકો વિરુદ્ધ ચાર્જશીટ કર્યા પછી કેટલાક હાઈપ્રોફાઇલ ઉદ્યોગપતિઓ સહિતના લોકોએ વ્યાપમ કૌભાંડ અંગે કેન્દ્રીય એજન્સી પર પીએમટી 2013 કેસને નજરઅંદાજ કરવાનો આરોપ મૂક્યો હતો. જેમાં તેઓએ દાવો કર્યો હતો કે, છ ખાનગી મેડિકલ કોલેજો દ્વારા લગભગ 200 રાજ્ય ક્વોટાની બેઠકોની બારોબાર હરાજી કરી દેવામાં આવી હતી.

વ્યાપમ કૌભાંડમાં સંદિગ્ધ ભૂમિકા ધરાવતા પૈકીના એક આનંદ રાયે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે વ્યાપમ કૌભાંડ 2013 માં ખાનગી મેડિકલ કોલેજો દ્વારા રાજ્ય ક્વોટાની મેડિકલ સીટ અયોગ્ય વિદ્યાર્થીઓને વેચવામાં આવી હતી. તેમનો દાવો છે કે, રાજ્યના ક્વોટાની 270 બેઠકો અનધિકૃત વિદ્યાર્થીઓને ’વેચવામાં’ આવી હતી.  ડો. રાયની ફરિયાદ બાદ મધ્યપ્રદેશ એડમિશન એન્ડ ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા ખાનગી કોલેજોને રૂ. 13 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.  જો કે તેમને દંડ પર સ્ટે મળ્યો હતો અને રાજ્ય સરકાર છેલ્લા બે વર્ષમાં સ્ટે પરત ખેંચાડવામાં નિષ્ફળ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.