Abtak Media Google News

રંગોના તહેવાર હોળીમાં રંગો વડે રમવું સારું છે, પરંતુ કેમિકલયુક્ત ગુલાલ સ્વાસ્થ્ય માટે સારું સાબિત નથી થતું. આવી સ્થિતિમાં તમે સરળતાથી ઘરે ગુલાલ બનાવી શકો છો.

Colorantes Alimentarios En Rojo Naranja Amarillo Verde | Foto Premium

આ મહિને ખુશી અને આનંદનો તહેવાર હોળી આવવાની છે. આ વર્ષે હોળી 25 માર્ચે ઉજવવામાં આવશે. 24મી માર્ચના રોજ સાંજે હોલિકા દહન કરવામાં આવશે અને બીજા દિવસે ધૂળેટી મનાવવામાં આવશે. બાળકો હોય કે મોટા, હોળીનો એક અલગ જ ઉત્સાહ અને ઉમંગ દરેકમાં જોવા મળે છે. પરંતુ આજકાલ માર્કેટમાં કેમિકલયુક્ત રંગ હોળીની તમામ મજા બગાડી દે છે. કેમિકલવાળા રંગથી ત્વચાની એલર્જી પણ થઈ શકે છે, આ સિવાય તે તમારા વાળને પણ નુકસાન પહોંચાડી શકે છે, તેનાથી પુખ્ત વયના લોકો અને બાળકોની ત્વચા પર પણ ફોલ્લીઓ થઈ શકે છે અને જો રંગ નાક કે મોઢામાં જતો રે તો સમસ્યા વધી શકે છે. પરંતુ, જ્યારે તમે હોળીના રંગો અથવા ગુલાલ ઘરે સરળતાથી બનાવી શકો છો ત્યારે આટલું ટેન્શન શા માટે લેવું. અહીં જાણો ઘરે ગુલાલ અને રંગ  કેવી રીતે બનાવવા.

હોળી માટે ઘરે રંગો કેવી રીતે બનાવશો-

લાલ રંગ

Planting And Growing Hibiscus Flower | Hgtv

લાલ રંગનો ગુલાલ બનાવવા માટે તમે હિબિસ્કસના ફૂલોનો ઉપયોગ કરી શકો છો. આ માટે હિબિસ્કસના ફૂલ જરૂર મુજબ લો અને તેને સારી રીતે સૂકવી લો. આ પછી આ ફૂલોને બારીક પીસી લો. તમારો ગુલાલ તૈયાર થઈ જશે. દાડમની છાલને ઉકાળીને ભીનું રંગીન પાણી બનાવો. જો દાડમની છાલમાંથી લાલ રંગ નીકળે છે તો આ પાણીમાં ઠંડુ પાણી ઉમેરીને ઘણાં રંગીન પાણી બનાવી શકાય છે.

પીળો રંગ

Skin Care: ચહેરા પર કાળા ડાઘા છે? તો રોજ ચહેરા પર લગાડો આમાંથી કોઈ એક વસ્તુ, 10 દિવસમાં બેદાગ થઈ જશે ત્વચા

હોળી માટે પીળો હર્બલ કલર બનાવવા માટે ઘરમાં ચણાના લોટમાં શુદ્ધ હળદર મિક્સ કરો. ધ્યાન રાખો કે ચણાના લોટની માત્રા હળદર કરતા બમણી હોવી જોઈએ. તમારો રંગ  તૈયાર થઈ જશે. પીળો રંગ ઉર્જા અને ખુશીનું પ્રતીક માનવામાં આવે છે, તેથી હોળીના દિવસે આ રંગનો ઉપયોગ કરવો જરૂરી છે. તમે મેરીગોલ્ડના ફૂલોને સૂકવીને અને પીસીને સરળતાથી પીળો રંગ તૈયાર કરી શકો છો.

ગુલાબી રંગ

બીટી જ્યૂસ પીવાના 5 ફાયદા; બીટના રસનું સેવન અઠવાડિયામાં કેટલી વખત કરવું, કોની માટે બીટરૂટ ઝેર સમાન છે?

આછો અથવા ઘેરો ગુલાબી રંગ બનાવવા માટે બીટરૂટનો ઉપયોગ કરો. બીટરૂટ લો અને તેને કાપીને પીસી લો. આ પલ્પને ચોખા અથવા ઘઉંના લોટમાં મિક્સ કરો, તેને સૂકવો, પછી તેને સારી રીતે પીસી લો. હવે તમારો ગુલાબી ગુલાલ તૈયાર છે.

લીલો  રંગ

Corona સામે આ રીતે રક્ષણ આપશે લીમડો, અનેક બીમારીઓ ભાગશે દૂર | News In Gujarati

મેંદીને લોટમાં ભેળવીને લીલો ગુલાલ બનાવી શકાય છે. આ સિવાય લીમડા કે પાલકના પાન પણ ઉપયોગી થઈ શકે છે. આ પાંદડાને સૂકવીને પીસી લો, તમારો લીલો રંગ તૈયાર છે.

વાદળી રંગ

મોસ્કોમાં સફેદ ઓર્કિડ અને વાદળી Irises ડિલિવરી - ફૂલો ઓર્ડર

તમે તેના બદલે વાદળી હિબિસ્કસ ફૂલો પણ ખરીદી શકો છો. આ ફૂલોને સૂકવીને પીસીને ગુલાલ તૈયાર કરો. આ સિવાય તેને લોટમાં ભેળવીને પણ ગુલાલ બનાવી શકાય છે.

બ્રાઉન  રંગ

Lifestyle : બેસ્ટ ચા કેવી રીતે પસંદ કરશો ? જાણો આ ટિપ્સ - Gujarati News | Lifestyle: How To Choose The Best Tea? Learn These Tips - Lifestyle: How To Choose The

હોળી રમવા માટે બ્રાઉન ગુલાલ પણ સારા લાગે છે. ચાની પત્તી અથવા કોફીના પાણીને લોટમાં મિક્સ કરીને સૂકવી લો. ત્યાર બાદ બધું બરાબર પીસી લો. બસ, તમારો બ્રાઉન ગુલાલ તૈયાર છે. તમે ઘઉંને બદલે ચોખાના લોટનો ઉપયોગ કરી શકો છો અથવા અન્ય કોઈ સસ્તા લોટનો પણ ઉપયોગ કરી શકો છો.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.