Abtak Media Google News

માળિયાના રોહીશાળા ગામના રહેતા ખેડૂત યુવાની તેના ખેતર પર કામ કરવા માટે રાખેલા શ્રમિક દંપતી દ્વારા લૂંટના ઇરાદે ખેડૂતની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી જવા પામી છે.ત્યારે આ બનાવને પગલે પોલીસ ટીમો દોડી ગઈ હતી તો મૃતકના ભાઈએ ખેતરમાં કામ કરતા શ્રમિક દંપતી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી આરોપી શ્રમિક દંપતીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ખેડૂતે મજૂરી પર રાખેલા દંપતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી રોકડ રૂ.૫૦ હજાર ,સોનાના દાગીના અને બાઈકની લૂંટ ચલાવી : પોલીસે ગુનો નોંધી શ્રમિક દંપતિની શોધખોળ હાથધરી

Malia (Mr): In Rohisala Village, A Farmer Was Brutally Murdered By A Labor Couple With The Intention Of Looting.
Malia (Mr): In Rohisala village, a farmer was brutally murdered by a labor couple with the intention of looting.

માળિયાના રોહીશાળા ગામના રહેવાસી ચંદુલાલ જાદવજીભાઈ કાલરીયાએ આરોપી રાકેશ અને રાકેશની પત્ની એમ બે વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ગત રાત્રીના સવા આઠેક વાગ્યે ઘરે હતા અને સૌથી નાના ભાઈ પરેશભાઈએ રોહીશાળા ગામની ડોળી/ભૂતિયું નામ તરીકે ઓળખાતી સીમમાં આવેલ પુંજાભાઈ પરષોતમભાઈ (રહે. વાંકડા)ની જમીન ઉધડ રાખેલ છે. જેમાં જીરૂનું વાવેતર કર્યું હતું. જ્યાં આદિવાસી રાકેશ અને તેની પત્ની ખેતરે રહી મજુરી કામ કરે છે. જે મજુર રાકેશનો ફોન પરેશભાઈને આવ્યો હતો. જેમાં ખેતરમાં જીરૂમાં પાણી પાવાનું ચાલુ કરવાનું હોવાથી ડીઝલ લઇ આવો કહેતા ફરિયાદીના ભાઈ પરેશ કાલરીયા ડીઝલ લઈને તેનું બાઈક લઈને ખેતરે ગયા હતા.

બાદમાં સવારના સાડા આઠેક વાગ્યે સીમમાં અમારી માલિકીનું ખેતર આવેલ હોય જેના મજુર હરે આવી પરેશભાઈ ફોન ઉપાડતા નથી અને ડીઝલ પણ આપી ગયા નથી તેમ વાત કરતા બીજા ખેતરે ગયા હતા. કહીને ફરિયાદી ચંદુલાલ વેણાસર ગામે કામ ચાલતું હોય ત્યાં જતા રહ્યા હતા ને ભાઈ પરેશને ફોન કરતા ફોન ઉપાડયો ના હતો જેથી ફરિયાદીએ તેના ભાઈ મણીલાલને ખતરે મોકલ્યા હતા અને આજરોજ સવારના મણીલાલનો ફોન આવ્યો જેમાં જણાવ્યું હતું કે ખેતરમાં કોઈ બનાવ બનેલ હોય અને લોહીના ડાઘા તેમજ પાવડાનો હાથો લોહી વાળો જોવા મળ્યો હતો તેમજ પરેશ કે તેનું બાઈક તપાસ કરતા ક્યાય જોવા મળ્યું નથી જેથી ચંદુલાલ, ગામના ગાંડુભાઈ કાલરીયા, રાજેશભાઈ કાલરીયા, હાદકભાઈ કાલરીયા અને કૈલાશ કાલરીયા સહિતના લોકો ભાઈની શોધખોળ કરવા નીકળ્યા હતા. જ્યાં ખેતરના શેઢા પર ખડનો ઢગલામા તપાસ કરતા પરેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો જેના માથાના પાછળના ભાગે તેમજ ગળાના ભાગે અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા અને લોહી લુહાણ હાલતમાં મરણ ગયેલ હાલતમાં પડયા હતા અને ખેતરમાં રહેતો મજુર રાકેશ અને તેની પત્ની જોવા મળ્યા ના હતા તે ઉપરાંત ૫૦ હજાર રોકડ તેમના સોનાના ઘરેણા અને બાઈક ખેડૂતના ઘરેથી મળી આવ્યા ન હતા.જેથી લૂંટના ઇરાદે ખેડૂતને મોતને ઘાટ ઉતારી નાશી છૂટેલા દંપતીની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.