માંગરોળ: દુષ્કર્મના આરોપીને સજાની માંગ

સમસ્ત સાધુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ કરણી સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર

કોડીનારના જંત્રાખડી ગામે રહેતા દસનામ ગૌસ્વામી સમાજના એક પરિવારની ફૂલ જેવી માસૂમ 8 વર્ષ ની દીકરી સાથે દુષ્કર્મ અને હત્યા કરી નાખવામા આવી. માત્ર આઠ વર્ષની દીકરી ઉપર ગામમાં જ રહેતા એક નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટનાથી સમસ્ત હિન્દુ સમાજમા રોષ વ્યાપી ઉઠ્યો છે. પીડિત પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે માંગરોળ સમસ્ત સાધુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ, કરણી સેના દ્વારા મામલતદાર મારફત ગૃહમંત્રીને રોશપૂર્વક આવેદપત્ર પાઠવવામાં આવ્યું. આવેદનપત્રમાં સાધુ સમાજના પ્રમુખ કિશોરગીરી ધીરજગીરી, ઉપપ્રમુખ ચંદ્રેશગિરી માનગિરી સહીતના આગેવાનો અને બહોળી સંખ્યામા સમસ્ત સાધુ સમાજની બહેનો અને ભાઈઓ સાથે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી વિનુભાઈ મેસવાણિયા, તરૂણબાપુ ગૌસ્વામી, માંગરોળ-પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, ઉપપ્ર.પરેશભાઈ જોશી, મંત્રી પ્રફુલભાઈ નાંદોલા, સહમંત્રી પંકજભાઈ રાજપરા બજરંગ દળ પ્રમુખ ધવલભાઈ પરમાર, માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, વરિષ્ઠ પત્રકાર સુખાનંદીબાપુ, નરેશબાપુ તેમજ કરણી સેના અધ્યક્ષ ભગીરથસિંહ ચુડાસમા, રાજપૂત સમાજ આગેવાન દિલીપસિંહ રાઠોડ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામા લોકો જોડાયા હતા.