Abtak Media Google News

મંગળ ગ્રહ પરના ખડકોએ પાણીને શોષી લીધું હોવાનું વૈજ્ઞાનિકોનું તારણ

મંગળ ગ્રહ ઉપરનું પાણી કયાં ગુમ થઈ ગયું છે !! એક સમયે મંગળ પર તળાવો અને મહાસાગરોમાં પાણીના ઢગલા હતા અત્યારે આ પાણી જમીન ખાઈ ગઈ કે આસમાન નીગળી ગયું તેવા સવાલો ઉભા થયા છે. ગઈકાલે જ સંશોધકોએ સુચવ્યું હતુ કે મંગળ પર રહેલા પથ્થરોએ કદાચ આ પણીને શોષી લીધું છે. અગાઉના તારણ મુજબ ગ્રહના ચૂંબકીયા ક્ષેત્ર તુટી પડયા ત્યારે પાણીને શકિતશાળી સોલાર પવન દ્વારા અવકાશમાં હલાવવામાં આવ્યું હતુ જયારે કેટલાકને ઉપ-સપાટી પર બરફમાં પકડવામાં આવ્યા હતા.

મંગળ ગ્રહહ પરનું પાણી કયાં ગુમ થયું તે અંગે વૈજ્ઞાનિકો શોધ કરી રહ્યા છે. સંશોધકોની એક આંતરરાષ્ટ્રીય ટીમે ટેસ્ટમાં વૈજ્ઞાનિક માંડલીંગ મૂકયું જેના પરિણામ સ્વ‚પે મંગળ ગ્રહ ઉપર બેસાલ્ટ ખડકો પૃથ્વી પરનાં લગભગ ૨૫ ટકા વધારે પાણી ધરાવે છે. અને પરિણામે માર્ટીન સપાટીથી પાણી તેના આંતરીક ભાગમાં લાવી શકે છે.

તેવું ઓકસ્ફર્ડ યુનિવર્સિટીના એક નિવેદનમાં જણાવાયું છે. પૃથ્વી પર રાસાયણીક હવામાન અને હાઈડ્રોથર્મલ પ્રતિક્રિયાઓ ખડકમાંથી પાણીના પાયામાં ખનીજ બદલી શકે છે. આ નિવેદન ઓકસફોર્ડના સહ સહકાર લેખક જોન વેડેએ એ એફપીએ જણાવ્યું હતુ.

પૃથ્વી પર પાણીના પાયામાં જે રીતે ખડકો રચાય છે. તે ગ્રહની સુપર હોટ સપાટી પર ઉભો થાય ત્યાં સુધી તેને ઓગાળવામાં આવે છે. ત્યારબાદ પાણીને સપાટી પર ફરીથી મૂકત કરે છે. પરંતુ મંગળ ગ્રહ પર તમામ ખડક પીગળી શકયા હોત અને કેટલાક ખડક પાણીમાં ફસાઈ જતા સીધા મેટલ પર ઉતરી ગયા હોય તેવું તારણ છે.

પાણી એ જીવન માટે અમૂલ્ય વસ્તુ છે. તે આપણે સૌ જાણીએ છીએ છે. આજે તે શુષ્ક અને ધુળવાયુ હોવા છતાં પૃથ્વીના પાડોશી ગ્રહ મંગળને ભીનો ગ્રહ માનવામા આવે છે.

૨૦૧૫માં નાસાએ જણાવ્યું હતુ કે મંળ ગ્રહનાક ઉતરીય ગોળાર્ધમાં લગભગ અડધા ભાગનું સમૃધ્ધ હતુ. જે ૧.૬ માઈલથી પણ વધુ ઉંડાણ સુધી પહોચ્યું હતુ એક અભ્યાસ મુજબ સૂર્યની ચોથી ખડક ઉપર પાણી હોવાનું માનવામાં આવ્યું હતુ. પરંતુ હવે મંગળ ગ્રહ પર પાણી કયા ગુમ થયું તે પ્રશ્ર્ન ઉદભવ્યો છે. જોકે, મંગળ ગ્રહ પરનું પાણી ખડકોએ શોષી લીધું હોય તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.