૫૦ ટકા બજાર હિસ્સા સાથે મારૂતિ અવ્વલ : ત્રણ દાયકાના ઈતિહાસમાં સૌ પ્રથમવાર વેચાણ ૧૫ લાખને પાર

મારુતિ સુઝુકીએ ૨૦૧૭/૧૮માં પેસેન્જર વ્હિકલ સેગમેન્ટમાં પ્રથમ વખત ૫૦ ટકા બજારહિસ્સો હસ્તગત કર્યો છે. તેના યુટિલિટી વ્હિકલ્સનું વેચાણ હરીફોને વટાવી ગયું છે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદકે ત્રણ દાયકાના ઇતિહાસમાં પહેલી વાર ૧૫ લાખથી વધારે વાહન વેચ્યાં છે. મારુતિનું વેચાણ ૧૬.૫ લાખ યુનિટ નોંધાયું હતું અને એક વર્ષ અગાઉ કરતાં ૧૪ ટકા વધારે હતું. પેસેન્જર વ્હિકલ ઉદ્યોગની વૃદ્ધિ કરતાં મારુતિનો વૃદ્ધિદર બમણો છે.

મારુતિ સુઝુકીના ચેરમેન આર સી ભાર્ગવે જણાવ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૧૩માં ૩૯ ટકા બજારહિસ્સો સામાન્ય ન હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચેનો તફાવત તે સમયે ₹૩૨ પ્રતિ લિટર જેટલો હતો.

11 2બજાર ડીઝલ તરફ વળ્યું હતું અને અમારી પાસે પૂરતા પ્રમાણમાં ડીઝલ વાહનો ન હતાં. ત્યાર બાદ અમે ડીઝલની કેપેસિટી વધારી છે અને બજાર સામાન્ય બન્યું છે. અમે ઘણાં નવાં મોડલ ઉમેર્યાં છે અને અમારું વિતરણ નેટવર્ક વધાર્યું છે. નેક્સાનો દેખાવ સારો રહ્યો છે. સુઝુકીએ ગુજરાતમાં રોકાણ કરતાં સંસાધન મુક્ત થયાં છે.

પેસેન્જર કાર અને વેનના બજારમાં મારુતિ સુઝુકી અગ્રેસર છે. નાણાકીય વર્ષ ૨૦૧૮માં પણ યુટિલિટી વ્હિકલ્સમાં તે ટોચના સ્થાન પર હતી. મહિન્દ્રાએ મોડે મોડે વેચાણમાં વધારો નોંધાવ્યો હતો છતાં નાણાકીય વર્ષના અંતે મારુતિની લીડ ૨૫,૦૦૦ યુનિટની હતી અને બજારહિસ્સામાં ૨૭ ટકા આગળ છે તેમ ઓટોમોબાઇલ ઉદ્યોગનો ડેટા દર્શાવે છે.

મારુતિ સુઝુકીના સિનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, માર્કેટિંગ એન્ડ સેલ્સ આર એસ કલ્સીએ જણાવ્યું કે છેલ્લાં ત્રણથી ચાર વર્ષમાં ભારતીય ગ્રાહકની અપેક્ષામાં વધારો થયો છે. અમે ગ્રાહકોની માંગને ધ્યાનમાં લઈને પ્રોડક્ટ તથા સર્વિસને બંડલિંગ કરી રહ્યા છીએ.

13

છેલ્લાં કેટલાંક વર્ષોમાં કંપનીએ બલેનો, ઇગ્નિસ, એસ ક્રોસ અને વિટારા બ્રેઝા જેવાં મોડલ નવા સેગમેન્ટમાં લોન્ચ કર્યાં છે. તેણે નવી ટેક્નોલોજી અને પ્લેટફોર્મ રજૂ કર્યાં છે. વેચાણમાં આ સ્થિતિનું પ્રતિબિંબ પડે છે. યુટિલિટી વ્હિકલ્સમાં વોલ્યુમ ૨૯.૬ ટકા અને કોમ્પેક્ટ કારમાં વોલ્યુમ ૨૮ ટકા વધ્યું હતું.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.