Abtak Media Google News

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો આજે આઠમો દિવસ છે. રશિયા દિવસેને દિવસે આક્રમક બની રહ્યું છે.  આ બધાની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રશિયા પર નિવેદન આપ્યું  છે.  તેણે કહ્યું છે કે રશિયાના માત્ર ચાર મિત્રો છે.  જેમાં ઉત્તર કોરિયા, ઈરીટ્રિયા, સીરિયા અને બેલારુસનો સમાવેશ થાય છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ પણ ઝુકવાના મૂડમાં નથી.  જનતાને સંદેશ આપતાં તેમણે કહ્યું છે કે તમામ ઘૂસણખોરોએ સમજી લેવું જોઈએ કે તેમને અહીં કશું મળશે નહીં.  રશિયા ગમે તેટલા સૈનિકો મૂકે, અમે ઝૂકવાના નથી.  શત્રુ પરાજિત થશે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુએન જનરલ એસેમ્બલીમાં ઠરાવ પર મતદાન કર્યા પછી એક ટ્વિટમાં કહ્યું કે હું રશિયન ફેડરેશન દ્વારા આ વિશ્વાસઘાત હુમલાને તાત્કાલિક રોકવા માટે યુએન જનરલ એસેમ્બલીમાં લાવવામાં આવેલા અભૂતપૂર્વ બહુમતી ઠરાવનું સ્વાગત કરું છું.  ઝેલેન્સકીએ વધુમાં જણાવ્યું હતું કે ઠરાવની તરફેણમાં મતદાન કરનારા તમામ લોકોનો હું આભારી છું. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયન રાષ્ટ્રપતિ કાકોને યુદ્ધ અપરાધી ગણાવ્યા છે.  ભાષણના અંતે, ઝેલેન્સકીએ મુઠ્ઠી ભેળવીને યુક્રેનને બચાવવાના તેમના અતૂટ સંકલ્પનો સંદેશ આપ્યો.  આ પછી ઇયુંના તમામ સાંસદોએ લગભગ પાંચ મિનિટ સુધી તાળીઓ પાડીને તેમની હિંમત વધારી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.